Tuesday, October 27, 2026

અમદાવાદમાં હવે એરપોર્ટ સુધી મેટ્રો દોડશે, 6 KMનો રૂટ અને 5 નવા સ્ટેશન બનશે, દિવાળી બાદ શરૂ થશે કામ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદવાસીઓ અને હવાઈ મુસાફરો માટે જાહેર પરિવહનની સુવિધા વધુ સુદ્રઢ બનવા જઈ રહી છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2એ હેઠળ કોટેશ્વર રોડથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી વિકસાવવાનો માર્ગ મોકળો બન્યો છે.

રિપોર્ટ મુજબ,અમદાવાદ મેટ્રો ફેઝ-2એ હેઠળ આશરે 6 કિમી લાંબા આ મેટ્રો રૂટમાં 4.97 કિમીનો એલિવેટેડ કોરિડોર અને 1.01 કિમીનો અંડરગ્રાઉન્ડ કોરિડોર બનાવવામાં આવશે. એલિવેટેડ કોરિડોર કોટેશ્વર રોડના છેડાથી અંડરગ્રાઉન્ડ સેક્શનના રેમ્પ સુધી રહેશે. જ્યારે એરપોર્ટ તરફના ભાગમાં અંડરગ્રાઉન્ડ ટનલ અને સ્ટેશન બનાવવામાં આવશે. પ્રોજેક્ટ માટે યુટિલિટી શિફ્ટિંગની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને સિવિલ વર્કનો કોન્ટ્રાક્ટ અપાઈ જતાં આગામી દિવસોમાં ગ્રાઉન્ડ લેવલ પર બાંધકામ શરૂ થવાની શક્યતા છે.

ઍરપૉર્ટ ખાતે બનનારા અંડરગ્રાઉન્ડ સ્ટેશન પરથી મુસાફરો લિફ્ટ, એસ્કેલેટર અને સીડીઓની મદદથી સીધા જ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલમાં પ્રવેશ કરી શકશે, જેનાથી મુસાફરોનો સમય બચશે અને અવરજવર સરળ બનશે. રૂટ પર યુટિલિટી શિફ્ટિંગની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને સિવિલ વર્કનો કોન્ટ્રાક્ટ સોંપાઈ જતાં હવે દિવાળી બાદ ગ્રાઉન્ડ લેવલ પર બાંધકામ પૂરજોશમાં શરૂ થવાની શક્યતા છે.

અંડરગ્રાઉન્ડ સેક્શનમાં 1.01 કિમી લાંબી ટ્વિન કટ-એન્ડ-કવર ટનલ, રેમ્પ અને અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી એરપોર્ટ સુધી મેટ્રો પહોંચશે અને હવાઈ મુસાફરી કરતા પેસેન્જરોને જાહેર પરિવહનનો વધુ એક વિકલ્પ મળશે.

અમદાવાદ મેટ્રો ફેઝ-2Aના આ એરપોર્ટ કોરિડોરને કેન્દ્રીય કેબિનેટે 10 જૂન, 2026ના રોજ મંજૂરી આપી હતી. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત પૂર્ણતા ખર્ચ 2,169.04 કરોડ રૂપિયા છે, જેમાં બાંધકામ દરમિયાનના વ્યાજનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ હેઠળ આશરે 6 કિમીના રૂટ પર 5 સ્ટેશન બનાવવામાં આવશે.

એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી શરૂ થતાં અમદાવાદ અને ગાંધીનગરના હાલના મેટ્રો નેટવર્કનો વિસ્તાર વધશે. આ કોરિડોર કાર્યરત થયા બાદ બંને શહેરોમાં મેટ્રોનું કુલ સંચાલિત નેટવર્ક 77.63 કિમી થશે. એરપોર્ટ સુધી પહોંચવા માટે રોડ પરિવહન ઉપરાંત મેટ્રોનો વિકલ્પ મળતાં પેસેન્જરોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળી શકે છે. સાથે જ એરપોર્ટ તરફના વિસ્તારોમાં રહેનારા લોકો, કર્મચારીઓ અને પ્રવાસીઓ માટે અવરજવર વધુ સરળ બનવાની અપેક્ષા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...