Sunday, October 25, 2026

અમદાવાદમાં AMTS ના 2 નવા રૂટ શરૂ: વાડજથી પલસાણા અને થલતેજથી શેલા દોડશે લાલ બસ, જાણો સંપૂર્ણ રૂટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા જાહેર પરિવહન સેવાને વધુ સુવિધાયુક્ત અને લોકાભિમુખ બનાવવાના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે AMTSના બે નવા બસ રૂટ અને એક વધારાની બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઔડા વિસ્તારના વડીલ નાગરિકો માટે વિશેષ ‘નિઃશુલ્ક બસ પાસ યોજના’નો પણ આરંભ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, જાહેર પરિવહન સેવાની વારંવાર કરાયેલી માંગણીઓ બાદ આખરે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા બે નવા બસ રુટ શરુ કરવામાં આવ્યા છે. હવેથી વાડજથી પલસાણા અને થલતેજ મેટ્રો સ્ટેશનથી શેલા ગામ સુધી AMTSની લાલ બસ દોડશે. જેથી સ્થાનિકોને મોટી રાહત મળશે. વિસ્તારના લોકોની લાંબા સમયની માગણીને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલા આ નવા બસ રૂટ્સથી અંદાજે 10 લાખથી વધુ મુસાફરોને અવરજવરમાં મોટી રાહત મળશે.

રૂટ નંબર 45/1 થલતેજ મેટ્રો સ્ટેશનથી શેલા ગામ, રૂટ નંબર 71/2 વાડજ ટર્મિનસથી પલસાણા ગામના નવા રૂટ શરૂ કરાયા છે. જ્યારે રૂટ નંબર 503 અડાલજથી કલોલ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ વધારાની બસ સેવા શરૂ કરાઈ છે. આ નવા રૂટ શરૂ થવાથી શેલા, પલસાણા, અડાલજ અને કલોલ તરફ જતાં દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોને સીધો ફાયદો થશે.

અત્યાર સુધી અમદાવાદ મનપા વિસ્તારની હદમાં રહેતા સિનિયર સિટીઝન્સને જ એએમટીએસ બસમાં મફત મુસાફરીનો લાભ પ્રાપ્ત થતો હતો. પરંતુ હવે મનપાએ નિયમોમાં સુધારો કરતા, ઔડાની હદમાં વસવાટ કરતાં 65 વર્ષ કે તેથી વધુ વયના વડીલોને પણ મફત મુસાફરી પાસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી હજારો વડીલોને રાહત રહેશે.

વર્ષોથી રિંગ રોડ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને જાહેર પરિવહન સેવાના અછતને કારણે મોંઘા ભાડા ખર્ચીને રિક્ષા કે ટેક્સીમાં મુસાફરી કરવી પડતી હતી. આ નવા રૂટ શરૂ થવાથી શેલા, વાડજ, પલસાણા અને કલોલ તરફ જતા દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને મોટી આર્થિક રાહત મળશે.

નવી બસ સેવાનો રુટ
સ્થાનિક રહીશોને સિટી બસ સુવિધા સરળતાથી મળી રહે તે માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા નીચે મુજબના રૂટ શરૂ કરાયા છે:

રૂટ નં. 71/2: વાડજ ટર્મિનસથી નીકળીને પલસાણા ગામ સુધી સેવા આપશે.
રૂટ નં. 45/1: થલતેજ મેટ્રો સ્ટેશનથી ઉપડીને ઈસ્કોન અને YMCA ક્લબ થઈને શેલા ગામ સુધી જશે.
રૂટ નં. 503 (વધારાની બસ): વિદ્યાર્થીઓ અને નોકરિયાતોની સુવિધા માટે અડાલજથી કલોલ ઈન્સ્ટિટ્યુટ કોલેજ સુધી 503 નંબરની વધારાની બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે.
(આ બંને નવા રૂટ પર દર 10 થી 12 મિનિટે મુસાફરો માટે બસ ઉપલબ્ધ રહેશે)

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...