Sunday, October 25, 2026

અમદાવાદમાં વધુ 20 જંક્શન પર કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરવા તૈયારી, આ ચાર રસ્તાઓ સિગ્નલ ફ્રી થશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે ત્યારે શહેરમાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય તેવાં 27 જંક્શન પર ટ્રાફિક પોલીસ અને મ્યુનિ.એ મળી કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરી છે.તંત્ર દ્વારા નારોલ સર્કલ બાદ હવે બાપુનગર ચાર રસ્તાને પણ સિગ્નલ ફ્રી બનાવી દેવામાં આવ્યા છે. વાહનચાલકોએ હવે ચાર રસ્તા પર ઊભા રહેવાને બદલે 100 થી 200 મીટર આગળ જઈને યુ ટર્ન લેવાનો રહેશે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ ટ્રાફિક ડીસીપી (ઈસ્ટ) નરેશ કણાઝરિયાના જણાવ્યા પ્રમાણે, શહેરમાં અત્યાર સુધીમાં કુલ 28 ટ્રાફિકથી વ્યસ્ત જંકશનો પર કેપસ્યુલ સિસ્ટમ અમલી બનાવી દેવામાં આવી છે. આગામી ત્રણ મહિનાની અંદર શહેરના અન્ય વધુ 20 મુખ્ય જંકશનો પર આ કેપ્સ્યુલ ડિઝાઈન સિસ્ટમ લાગૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શનિવારે વધુ એક બાપુનગર ચાર રસ્તા પર આ સિસ્ટમ લાગુ કરાઈ હતી. હવે આ ચાર રસ્તા પર ઊભા રહેવાને બદલે 100 થી 200 મીટર આગળ યુટર્ન લેવાનો રહેશે.

શહેરમાં કેપ્સ્યુલ સિસ્ટમના કારણે વાહનોની અવરજવર સતત ચાલુ રહે છે અને સિગ્નલ પરનો વેઈટિંગ ટાઈમ ઘટે છે, પરંતુ તેનાથી રોડ ઓળંગતા રાહદારીઓ માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે. દાખલા તરીકે, પેલેડિયમ મોલ જંક્શન પાસે વાહનોની સતત સ્પીડને કારણે પેડેસ્ટ્રિયન્સ માટે રસ્તો વાસવો કે રોડ ક્રોસ કરવો અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે, જેથી આ મોડેલમાં રાહદારીઓ માટે ક્રોસિંગ સેફ્ટી વિચારવી પણ જરૂરી બની છે.

આ જંક્શન પર કેપ્સ્યુલ સિસ્ટમનું આયોજન

1. વૈષ્ણોદેવી
2. ગોતા
3. સોલા ભાગવત
4. પકવાન
5. પ્રહલાદનગર
6. અંધજન મંડળ
7. દિલ્હી દરવાજા
8. ચોખા બજાર
9. ઇન્કમટેક્સ બ્રિજની નીચે
10. રૂબીથી નરોડા
11. નોબલનગર
12. નરોડા બેઠક
13. ઠક્કરનગર
14. રબારી કોલોની
15. સુતરનું કારખાનું, નરોડા જીઆઈડીસી
16. ગુજરાત બોટલિંગ
17. અજિત મિલ ચાર રસ્તા
18.નાગરવેલ હનુમાન
19. જશોદાનગર
20. મહારાણા પ્રતાપ જંક્શન, ખોખરા

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...