Monday, October 26, 2026

અમદાવાદના આંગણે વધુ એક વિશ્વ સ્તરની સ્પર્ધા, IWF વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાશે, રશિયા અને વેનેઝુએલાને આપી માત

spot_img
Share

અમદાવાદ : કોમનવેલ્થ ગેમ્સ બાદ વધુ એક વિશ્વ સ્તરની રમત ગમત સ્પર્ધાની યજમાની અમદાવાદને મળી છે. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓ પૈકીની એક એવી વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2029 નું આયોજન અમદાવાદ શહેરમાં કરવામાં આવશે. દેશના ઇતિહાસમાં આ સૌપ્રથમ વખત બનશે જ્યારે વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ભારતની ધરતી પર રમાશે. અને તેમાં પણ અમદાવાદની યજમાની મળતા ગુજરાતના ખેલપ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

રિપોર્ટ મુજબ, આ ઐતિહાસિક ઉપલબ્ધિ અંગે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર માહિતી શેર કરી દેશવાસીઓ અને રમતપ્રેમીઓને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાતમાં નિર્માણ પામેલા અત્યાધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમોના કારણે અમદાવાદ હવે વૈશ્વિક સ્તરે રમતગમતની પ્રમુખ પસંદગી બની ચૂક્યું છે. અમદાવાદ ખાતે અગાઉ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 અને એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 ના સફળ આયોજનો બાદ, હવે વિશ્વ કક્ષાની સૌથી મોટી 2029 ની વૈશ્વિક સ્પર્ધા પણ અહીં યોજાવા જઈ રહી છે.હવે વિશ્વભરના શ્રેષ્ઠ વજનઉંચાકકો (વેઇટલિફ્ટર્સ) પોતાના કૌશલ્યનો જાદુ બતાવવા ગુજરાતના આંગણે પધારશે.

અમદાવાદમાં આટલી મોટી વિશ્વ સ્તરની ચેમ્પિયનશિપનું આયોજન થવાથી રમતગમત ક્ષેત્રે ભારતની સિદ્ધિ અને વૈશ્વિક ઓળખમાં પોતાનું નામ અંકિત કરશે. આ ટૂર્નામેન્ટના આયોજનથી સ્થાનિક ખેલાડીઓને વૈશ્વિક સ્તરનું એક્સપોઝર મળશે અને દેશના યુવાનોને રમતગમતમાં આગળ વધવા માટે એક નવું પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડશે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના સતત વિકાસને કારણે અમદાવાદ હવે વિશ્વના મોટા રમતગમતના કાર્યક્રમો માટે એક પ્રમુખ હબ તરીકે ઉભરી રહ્યું છે. 2029ની આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ભારતને વિશ્વ રમતગમત ક્ષેત્રે વધુ મહત્વની ભૂમિકા ભજવશે.

ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે જણાવ્યું કે, ભારતીય વેઈટલિફ્ટિંગ માટે આ એક મોટો દિવસ છે કારણ કે IWF વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલીવાર ભારતમાં આવી રહી છે અને તેનું આયોજન અમદાવાદમાં કરવામાં આવશે. રશિયા અને વેનેઝુએલાએ 2029 ચેમ્પિયનશિપ માટે જોરદાર દાવેદારી કરી હતી. IWF એક્ઝિક્યુટિવ બોર્ડે ભારતમાં વિશ્વાસ મૂક્યો છે. વધુમાં જણાવ્યું કે, 2029 IWF વર્લ્ડ ચેમ્પિયનશિપ ભારતમાં યોજાનારી 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ પણ હશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...