Thursday, September 17, 2026

અમદાવાદમાં ટેક્સ બિલમાં નામ સુધારવા 2000ની લાંચ લેતા AMCનો જુનિયર ક્લાર્ક રંગેહાથ ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ લાંચ વિરોધી કાર્યવાહી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ પ્રોપર્ટી ટેક્સ બિલમાં કબ્જેદાર તરીકે નામ દાખલ કરવાની અરજી મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી.

રિપોર્ટ મુજબ, એક અરજદારે તેમની મિલકતના પ્રોપર્ટી ટેક્સ બિલમાં નામ સુધારવા માટે દાણાપીઠ સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં અરજી કરી હતી. આ કામ માટે ત્યાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક જય કુલકર્ણીએ સરકારી નિયમો મુજબ કામ કરવાના બદલે અરજદાર પાસે 2,000ની લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને આ અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ACBની ટીમે તાત્કાલિક વ્યુહરચના ઘડીને દાણાપીઠ AMC કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. યોજના મુજબ જ્યારે અરજદારે જુનિયર ક્લાર્ક જય કુલકર્ણીને 2,000ની લાંચની રકમ સોંપી, ત્યારે જ અગાઉથી ગોઠવાયેલી ACBની ટીમે દરોડો પાડીને તેને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. ACB એ સ્થળ પરથી જ લાંચની રકમ જપ્ત કરી જય કુલકર્ણીની અટકાયત કરી છે અને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાણાપીઠ સ્થિત મધ્યસ્થ કચેરીમાં જ ACB ના દરોડાથી AMC ના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય નાગરિકોને પોતાના નાનકડા કામ માટે પણ સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડે છે અને લાંચ આપવી પડે છે તેવા અનેક આક્ષેપો અવારનવાર થતા રહે છે. ત્યારે ACBની આ કાર્યવાહીથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...