Tuesday, August 11, 2026

ન્યુ રાણીપના આ ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું, 38 લાખના મુદ્દામાલ સાથે 8ની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા કલાસાગર હાઇટ્સ ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પીસીબી સ્ક્વોડે દરોડો પાડી આઠ જુગારીની ધરપકડ કરી છે. મકાનમાલિક ગૌતમ પટેલ વ્યક્તિ દીઠ રૂ. 12,000 નાળ લઈને બહારથી લોકોને જુગાર રમવા બોલાવતો હતો. પોલીસે સ્થળ પરથી રૂ. 3.55 લાખ રોકડા, મોબાઈલ અને વાહનો મળી કુલ રૂ. 38.15 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનામાં ફ્લેટ માલિક ઝડપાઈ ગયો છે, જે પોતાના જ ઘરમાં બહારથી ખેલીઓને બોલાવીને મોટા પાયે જુગાર રમાડતો હતો.

રિપોર્ટ મુજબ, પીસીબીની ટીમ જ્યારે સાબરમતી ન્યૂ રાણીપ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે કલાસાગર હાઈટ્સના બ્લોક નંબર એચ/501માં દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમ પાંચમા માળે પહોંચી ત્યારે ફ્લેટનો દરવાજો અડધો ખુલ્લો હતો અને અંદર કેટલાક શખસો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પૂછપરછમાં ફ્લેટના માલિક ગૌતમ કાંતિ પટેલે કબૂલાત કરી હતી કે તે બહારથી લોકોને બોલાવીને એક વ્યક્તિ દીઠ 12,000 રૂપિયા લઈને પોતાના ફ્લેટમાં જુગાર રમાડતો હતો.

પોલીસે ઘટનાસ્થળેથી આરોપીઓ પાસેથી મળેલા રોકડા 3,55,100 રૂપિયા જપ્ત કર્યા હતા. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, આરોપીઓ જુગારમાં પૈસા હારી જાય તો ગીરવે મૂકીને ફરી રમી શકાય તેવા 10 મોબાઈલ ફોન, 3 ફોર વ્હીલર અને 1 ટુ વ્હીલર પણ કબજે કરવામાં આવ્યા છે. આ રેડમાં જુગાર રમવાના 104 પાના, 13 કોરી ચેક સ્લિપ, 4 ગાદલા, એક એલ્યુમિનિયમનું તગારું અને પુરાવા રૂપે એક લાઈટબિલ પણ મળી આવ્યું હતું. પોલીસે કુલ 38,15,100 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડાયેલા ફ્લેટ માલિક અને અન્ય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

પકડાયેલા આઠ આરોપીઓ

ગૌતમ કાંતિભાઈ પટેલ (ઉં.વ. 38, રહે. ન્યુ રાણીપ)
શશી રમેશભાઈ પટેલ (ઉં.વ. 46, રહે. જગતપુર, ચાંદખેડા)
મનદીપ કિરીટભાઈ પટેલ (ઉં.વ. 34, રહે. જગતપુર, ચાંદખેડા)
મિત ભરતભાઈ પટેલ (ઉં.વ. 32, રહે. ન્યુ રાણીપ)
અંકિત જયંતીભાઈ પટેલ (ઉં.વ. 40, રહે. નારણપુરા)
પ્રિયાંક ચીનુભાઈ સોની (ઉં.વ. 42, રહે. સાયન્સ સિટી રોડ, સોલા)
શૈલેષ હસમુખલાલ પંડ્યા (ઉં.વ. 48, રહે. ન્યુ રાણીપ)
વિરલ ઘનશ્યામભાઈ સોની (ઉં.વ. 33, રહે. ગોતા, સોલા)

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...