Sunday, September 13, 2026

સાબરમતીના જનપ્રતિનિધિ ડૉ. હર્ષદભાઈ પટેલનો જન્મદિવસ : સેવા, સમર્પણ અને વિકાસ કાર્યો થકી મેળવ્યો જનવિશ્વાસ

spot_img
Share

અમદાવાદ : સાબરમતી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ આજે તા-13-9-26 ના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક શિક્ષક અને શિક્ષણવિદથી લઈને ધારાસભ્ય સુધીની તેમની સફર સાદગી, શિસ્ત અને પ્રજાલક્ષી કાર્યોની ઓળખ બની રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન સાબરમતી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા પરિવર્તનોએ મતવિસ્તારને નવી ઓળખ આપી છે.

ધારાસભ્ય હર્ષદભાઈ પટેલની કાર્યપદ્ધતિમાં વિસ્તારના લોકો સાથે સીધો સંપર્ક અને સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા આપવાનો અભિગમ જોવા મળે છે. વિવિધ વિસ્તારોની મુલાકાત, કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક તેમજ નાગરિકોના પ્રશ્નો સાંભળીને સંબંધિત વિભાગો સમક્ષ રજૂઆત કરવાની તેમની કાર્યશૈલીને લોકો સાથેના સતત જોડાણ તરીકે જોવામાં આવે છે.

રાણીપ વિસ્તારમાં આવેલ જનસંપર્ક કાર્યાલય ખાતે સામાન્ય નાગરિકોને મુલાકાત માટે કોઈ મધ્યસ્થી વિના સીધા મળવાની સુવિધા. આ ઉપરાંત તેઓનું મહત્વનું પાસું ગણી શકાય તો, એ છે વિસ્તારનો નિયમિત પ્રવાસ અને સોસાયટી બેઠકો, પ્રશ્નો જાણવા માટે ઓફિસમાં બેસી રહેવાને બદલે વિવિધ સોસાયટીઓ, ચાલીઓ અને છેવાડાના માનવી સુધીની રૂબરૂ મુલાકાતો. સાથે સાથે સામાજિક અને ધાર્મિક ઉત્સવોમાં સહભાગિતા થવા માટે સ્થાનિક તહેવારો, સામાજિક મેળાવડા કે જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે તેઓ હંમેશા અગ્રેસર રહે છે.

ધારાસભ્ય હર્ષદભાઈ પટેલના મતવિસ્તાર એવા સાબરમતી વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં માર્ગ અને ટ્રાફિક સુવિધા, રેલવે સ્ટેશન તરફની કનેક્ટિવિટી તથા શહેરી માળખાકીય વિકાસના અનેક કામો હાલમાં ચર્ચામાં છે. સાબરમતી રેલવે સ્ટેશન રોડના વિસ્તરણ અને વિકાસ સહિત અમદાવાદ શહેરની કનેક્ટિવિટી સુધારવા માટે વિવિધ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે.

સાબરમતી વિધાનસભા વિસ્તારની ઓળખ માત્ર વિકાસકામોથી જ નહીં પરંતુ તેની સામાજિક અને ઐતિહાસિક વિશેષતાઓથી પણ જોડાયેલી છે. સાબરમતી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ જેવા મહત્વના પ્રોજેક્ટો હવે અંતિમ તબક્કામાં છે જે હવે અમદાવાદ અને ગુજરાતની ઐતિહાસિક ઓળખને નવી ઊંચાઈ આપવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

રાજકારણમાં જનપ્રતિનિધિ અને જનતા વચ્ચેનો સીધો સંપર્ક સૌથી મહત્વપૂર્ણ કડી માનવામાં આવે છે. હર્ષદભાઈ પટેલ માટે પણ વિસ્તારના લોકો, કાર્યકરો અને વિવિધ સામાજિક સંગઠનો સાથે સતત સંવાદ જાળવી રાખવો કાર્યશૈલીનો મહત્વનો ભાગ રહ્યો છે. નાગરિકોના રોજિંદા પ્રશ્નોથી લઈને મોટા માળખાકીય મુદ્દાઓ સુધીની રજૂઆતોને યોગ્ય સ્તરે પહોંચાડવાના પ્રયાસો તેમની રાજકીય કાર્યપદ્ધતિની ઓળખ બની રહ્યા છે.

વિકાસકામો સાથે લોકોની લાગણી અને જરૂરિયાતને સમજવી, સ્થાનિક પ્રશ્નો માટે તંત્ર સાથે સંકલન કરવું અને વિસ્તારના દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો-આ બાબતો કોઈપણ જનપ્રતિનિધિ માટે મહત્વપૂર્ણ હોય છે. સાબરમતીના ધારાસભ્ય તરીકે હર્ષદભાઈ પટેલનો પ્રયાસ પણ વિકાસ અને જનસંપર્ક વચ્ચે સંતુલન જાળવીને વિસ્તારને આગળ લઈ જવાનો રહ્યો છે.

આજે તેમના જન્મદિવસના પ્રસંગે સાબરમતી વિધાનસભા વિસ્તારના કાર્યકરો, સમર્થકો અને નાગરિકો તરફથી હર્ષદભાઈ પટેલને શુભેચ્છાઓ મળી રહી છે. જન્મદિવસનો આ પ્રસંગ માત્ર ઉજવણીનો નહીં પરંતુ વિસ્તારના વિકાસ માટે નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનો પણ અવસર બની રહ્યો છે.

આવનારા સમયમાં સાબરમતી વિધાનસભા વિસ્તાર વધુ સુવ્યવસ્થિત, સુવિધાસભર અને વિકાસશીલ બને, લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે અને જનપ્રતિનિધિ તથા જનતા વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બને-એવી અપેક્ષા સાથે ધારાસભ્ય હર્ષદભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...