Saturday, September 12, 2026

બોપલમાં કાળજું કંપાવતો અકસ્માત, ગોળીની સ્પીડે આવેલી બાઈકે પતિની નજર સામે જ પત્નીને 10 ફૂટ દૂર સુધી ઢસડી, જુઓ CCTV

spot_img
Share

અમદાવાદ : શહેરના બોપલ-શીલજ વિસ્તારમાં રફતારના કહેરનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. લગ્નના માત્ર બે જ મહિનામાં એક પરિવારે પોતાની નવવધૂ ગુમાવતા અરેરાટી વ્યાપી ગઈ છે. ગરબા ક્લાસ પૂરા કરીને પતિ-પત્ની અલગ-અલગ ટુ-વ્હીલર પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ડીપીએસ કેનાલ રોડ પર માધવ અધવેદ કોમ્પ્લેક્ષ પાસે પુરઝડપે આવી રહેલા બાઈકચાલકે પત્નીના એક્સેસ વાહનને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી બાઈકચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં બોપલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ભયાનક અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTVમાં પણ કેદ થઈ ગઈ છે.

રિપોર્ટ મુજબ, બોપલમાં રહેતા 30 વર્ષીય હાર્દિક દરજી કોરિયોગ્રાફર છે. હાલમાં સાયન્સ સીટીમાં આવેલા બ્લુમિંગ કેમ્પમાં ગરબા કલાસ ચલાવે છે. તેમના લગ્ન બે મહિના પહેલા વસ્ત્રાપુરની નિશિબેન સાથે થયા હતા. 11 સપ્ટેમ્બરે સાંજે તે ગરબા કલાસમાં ગયા હતા. બાદમાં પૂર્ણ કરીને રાત્રે પત્ની ટુ-વ્હીલર એક્સેસ અને હાર્દિક બાઈક પર ઘરે જઈ રહ્યા હતા.ત્યારે DPS કેનાલ રોડ પર માધવ અધવેદ કોમ્પ્લેક્ષ પાસે પહોંચ્યા હતા. જ્યાં વળાંક પર ટર્ન લેતા સમયે પુરઝડપે આવી રહેલા બાઈક ચાલકે એક્સેસને ટક્કર મારી હતી. જો કે પતિ આ ટક્કર સમયે થોડા આગળ નીકળ્યા હોવાથી તેમનો બચાવ થયો હતો.આ ટક્કર એટલી ભયાનક હતી કે, નિશિબેન એક્સેસ સાથે ઢસડાયા હતા. જેથી તેમને ગંભીર ઈજા પહોંચી હતી. પતિ હાર્દિક અને આસપાસના લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત નિશિબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર બાઈક રાજસ્થાન પાસિંગનું હોવાનું અને બાઈકચાલક તેમજ પાછળ બેઠેલો શખસ ઘરઘાટી તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સમયે બાઈક પર બે વ્યક્તિ સવાર હતા. જેમાં ચાલક ભાગી ગયો હતો અને પાછળ બેસેલા વ્યક્તિને સ્થાનિકોએ પકડીને પોલીસના હવાલે કર્યો હતો. અકસ્માત બાદ બાઈક મૂકીને ચાલક નાસી ગયો હતો. જો કે અકસ્માતને લઈ બોપલ પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...