Saturday, September 12, 2026

અમદાવાદ સહિત તમામ RTO કચેરીમાં નવી વ્યવસ્થા : વાહન ટ્રાન્સફર જેવી 10 સુવિધાઓનો લાભ મળશે ઘેર બેઠા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતના વાહનચાલકો માટે અગત્યના સમાચાર આવી રહ્યા છે. રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં 15 સપ્ટેમ્બરથી પરમિટ સરેન્ડર, સ્પેશિયલ પરમિટ, ટેમ્પરરી પરમિટ, માલિકી હક ટ્રાન્સફર સહિતની 10 સુવિધાઓ માટે જે તે કચેરી સુધી લાંબા થવું નહીં પડે. તમામ 10 સેવા ઓનલાઇન અને ઓટો એપ્રુવલ મોડ પર શરૂ થશે. અત્યાર સુધી આ સર્વિસ માટે કચેરીએ જઈને પ્રક્રિયાઓ કરવી પડતી અને કચેરીમાં પણ એક અલગથી પ્રોસેસ થતી હતી. ઉમેદવારોને અરજી કરી આરટીઓના ધક્કા ખાવા પડતા હતા એમાંથી હવે છૂટકારો મળી રહેવાનો છે.

અમદાવાદના સુભાષબ્રિજ સહિતની 3 કચેરીઓમાં રોજના 1500 અરજીકર્તાઓ ધક્કા ખાય છે. પરંતુ આધાર કેવાયસીથી સેવાઓ કોન્ટેક્ટલેન્સ બનતાં અરજદારોને હાલાકી નહીં ભોગવવી પડે.આરટીઓમાં અરજી દરમિયાન અરજદારોને હેરાન થતાં હતા. તેમની અરજીને મંજૂરી મળે તે માટે ઈન્સ્પેક્ટરની રાહ જોવી પડતી હતી. પરંતુ નવી વ્યવસ્થા પ્રમાણે, ઈ કેવાયસી કોન્ટેક્ટલેસ પદ્ધતિથી અરજદાર અરજી કરશે, જરુરી ફી અને દસ્તાવેજ અપલોડ કરે ત્યારે તેને ઓટોમેટિક એપ્રુવલ મળી જશે, આ માટે ખાસ ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. આ ફોર્મનો જે તે પોર્ટલ પર સેટ કરી દેવામાં આવ્યા છે. ઉમેદવાર આ ફોર્મ ભરીને જમા કરાવશે એટલે એક ઓનલાઈન પ્રોસેસ શરૂ થશે.પરંતુ અરજદારોએ ઓટો એપ્રુવલ મેળવવા માટે તેમના ડોક્યુમેન્ટસમાં નામ સરખા હોય તે અનિવાર્ય છે.

આ પછી જે તે સર્વિસમાં અપગ્રેડેશન થશે. એ પણ પ્રોસેસ ઓનલાઈન થતા અરજદારોને એક નવી સર્વિસ અને ડિજિટલ પુરાવો પણ મળી રહેશે. ઓટો અપ્રુવલ મેળવવા માટે અરજદારના તમામ દસ્તાવેજમાં નામ એક સરખા જ હોવા જોઇએ. તો જ આ સેવાનો લાભ મળી શકશે. અત્યાર સુધી આરટીઓ કચેરીમાં જઇને ઈન્સ્પેક્ટરો પાસે ધક્કા ખાધા બાદ આ પ્રકારની સર્વિસ મળતી હતી. જે હવે ઓનલાઈન થતા લાખોની સંખ્યામાં અરજદારોને મોટી રાહત થશે. પણ ડ્રાઈવિંગ ટેસ્ટ અને વિદેશી લાયસન્સ માટે રૂબરૂ જવાનું રહેશે.

ખાસ કરીને નવા વાહનના દસ્તાવેજ, ચેસીસ નંબર ચેક, લાયન્સમાં અન્ય કેટેગરીનું વાહન ઉમેરવા તથા વિદેશી લાયસન્સની પૂછપરછ માટે રૂબરૂ જવું પડશે. ડીલર ટ્રાન્સફર રદ કરવી, ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા રદ કરવાની કામગીરી ઓનલાઇન થશે. એનઓસી જારી કરવી, અન્ય જિલ્લા કે રાજ્યમાં વાહન ટ્રાન્સફર કરવા માટેની એનઓસી વગર વિલંબે ઓનલાઇન જનરેટ થશે. સ્પેશિયલ પરમિટ, પ્રવાસન કે ખાસ પ્રસંગો માટે વાહનની સ્પેશિયલ પરમિટ તાત્કાલિક મળશે. માલિકી હક ટ્રાન્સફર, વાહન ખરીદ-વેચાણ સમયે માલિકી બદલવાની પ્રક્રિયા ફેસલેસ બનશે. પરમિટ ટ્રાન્સફર, કોમર્શિયલ વાહનની પરમિટ અન્ય વ્યક્તિના નામે બદલવાનું કામ ઝડપથી પૂરું થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...