Thursday, September 17, 2026

અમદાવાદમાં PM મોદીના 76મા જન્મદિવસની ભવ્ય ઉજવણી, ભારતના નકશામાં પ્રગટ્યા આશીર્વાદના 76,000 દીવાઓ

spot_img
Share

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે એક ભવ્ય અને અલૌકિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાસ પ્રસંગે સમગ્ર ધામ પરિસરમાં 76,000 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું છે. આ ભવ્ય ઉજવણી દરમિયાન ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ વડાપ્રધાનના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે જગતજનની મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિતિ રહીને મા ઉમિયાની ભવ્ય મહાઆરતી કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે માં ઉમિયા સમક્ષ પ્રાર્થના કરી હતી. આ અવસરે ભક્તોની વિશાળ જનમેદની ઉમટી હતી અને ‘જય ઉમિયા’ના નારાથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. વિશ્વ ઉમિયાધામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી ભવ્ય રોશની અને વ્યવસ્થાએ આ જન્મદિનની ઉજવણીને વધુ યાદગાર બનાવી દીધી હતી.કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો, જ્યારે 150 Gen Z યુવાનોના નેતૃત્વમાં 5 હજારથી વધુ લોકોએ એકસાથે ‘વંદે માતરમ’નું ગાન કર્યું હતું. યુવા પેઢી દ્વારા દેશભક્તિના આ કાર્યક્રમનું નેતૃત્વ અને મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બની રહી હતી.

ભક્તોને આવવા-જવામાં કોઈ અસુવિધા ન થાય તે માટે AMC અને AMTS દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વ ઉમિયાધામ ખાતે પહોંચવા માટે AMTS દ્વારા 100 જેટલી વિશેષ બસોની વ્યવસ્થા કરાઈ હતી, જેથી લાખોની સંખ્યામાં ઉમટેલા ભક્તો સરળતાથી દર્શનનો લાભ લઈ શક્યા. આ ભવ્ય આયોજનથી અમદાવાદવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ ડી.એન. ગોલે આશીર્વાદનો દીવો નામના વિશેષ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય સર્વ જીતુભાઈ, ડો. હર્ષદ પટેલ, કોપોરેટરો, દાતાઓ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો અને સમગ્ર ટીમ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...