Thursday, October 1, 2026

AMC એ જાહેર કરી ‘સ્વચ્છ નવરાત્રિ’ સ્પર્ધા, ગરબા આયોજકોને 1 લાખ, સોસાયટીને 51 હજાર, જીતવા માટે આ નિયમો-માપદંડો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ‘સ્વચ્છ નવરાત્રિ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા મુખ્યત્વે બે શ્રેણીમાં યોજાશે, જેમાં શ્રેણી-1માં સોસાયટી, ફ્લેટ, હાઈરાઇઝ ટાવર્સનો સમાવેશ થશે. શ્રેણી 2માં પાર્ટીપ્લોટ, કોમ્યુનિટી હોલ ભાગ લઈ શકશે.સામૂહિક ગરબા આયોજકો માટે શહેર કક્ષાનું પ્રથમ ઇનામ 1 લાખ રૂપિયા, જ્યારે સોસાયટી માટે પ્રથમ ઇનામ 51 હજાર રૂપિયા રાખવામાં આવ્યું છે.

રિપોર્ટ મુજબ, સ્પર્ધામાં ભાગ લેવા માટે આયોજકોએ સંબંધિત વોર્ડના પબ્લિક હેલ્થ સુપરવાઇઝર મારફતે ઓફલાઇન ફોર્મ ભરી નોંધણી કરાવવાની રહેશે. રહેણાક સોસાયટીઓ માટે ઝોન કક્ષાએ પ્રથમ ઇનામ રૂ. 31 હજાર, દ્વિતીય ઇનામ રૂ.21 હજાર અને તૃતીય ઇનામ રૂ.11 હજાર છે જ્યારે શહેર કક્ષાએ પ્રથમ ઇનામ 51 હજાર, દ્વિતીય ઇનામ 31 હજાર અને તૃતીય ઇનામ 21 હજાર છે.

જ્યારે સામૂહિક ગરબા આયોજકો માટે ઝોન કક્ષાએ પ્રથમ ઇનામ રૂ.51 હજાર, દ્વિતીય 31 હજાર, તૃતીય 21 હજાર અને શહેર કક્ષાએ પ્રથમ વિજેતાને રૂ.1 લાખ, દ્વિતીય71 હજાર અને તૃતીય ઇનામ 51 હજાર છે.

આ નિયમો-માપદંડો રાખનારને જીતવાની વધુ તક

4 ડસ્ટબિનની વ્યવસ્થા: ગરબા સ્થળે કચરાના વર્ગીકરણ માટે ભીનો, સૂકો, સેનેટરી વેસ્ટ અને વિશિષ્ટ કાળજીવાળો એમ 4 અલગ રંગના ડસ્ટબિન ફરજિયાત મૂકવાનાં રહેશે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ: ગરબાનું આયોજન સંપૂર્ણપણે ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ હોવું અનિવાર્ય છે.
કચરાનો યોગ્ય નિકાલ: એકત્ર થયેલો કચરો ડોર-ટુ-ડોર વાહનમાં જ નિર્ધારિત સમયે આપવાનો રહેશે.
ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ: સામૂહિક ગરબા આયોજકોએ કિચન વેસ્ટના નિકાલ માટે માન્ય એજન્સી સાથે ફરજિયાત કોન્ટ્રાક્ટ કરવાનો રહેશે.
નિર્માલ્ય વ્યવસ્થા: પૂજા સામગ્રી અને નિર્માલ્યનો નિકાલ અલગથી ત્રિ-વર્ગીકરણ કરીને નિર્માલ્ય વાહનમાં જ કરવાનો રહેશે.
RRR થીમ: ઝીરો વેસ્ટ અને રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલ કોન્સેપ્ટને અપનાવનાર આયોજકોને મૂલ્યાંકનમાં વિશેષ અગ્રિમતા મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...