Friday, October 16, 2026

અમદાવાદમાં અધધ 2,000 કિલો નકલી ટોમેટો સોસ ઝડપાયો, AMCના ફૂડ વિભાગ દ્વારા ફેક્ટરી સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના બહેરામપુરા વોર્ડમાં દાણીલીમડા-પીરાણા રોડ પર આવેલા એસ્ટેટની જગ્યામાં લાયસન્સ વિના અનહાઇજેનિક કન્ડિશનમાં અને યોગ્ય માત્રામાં પદાર્થોનો ઉપયોગ કર્યા વિના ખૂબ જ હલકી ગુણવત્તાનો ટોમેટો સોસનો જથ્થો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 2000 કિલો રો મટીરીયલ સહિતનો ટોમેટા સોસનો જથ્થો જપ્ત કરી ફેક્ટરી સીલ સીલ કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, શહેરના બહેરામપુરા વિસ્તારમાં સેન્ડવીચ અને બર્ગરમાં વપરાતા ટોમેટો સોસના યુનિટ પર દરોડો પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન સોસ બનાવવા માટે ટામેટાંના બદલે બટાકાનો પાવડર અને હાનિકારક એસિડિક કલર સહિતની કેમિકલયુક્ત ચીજવસ્તુઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો.આ ઉપરાંત સોસ બનાવવાની જગ્યા ઉપર અત્યત ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી.

ફૂડ વિભાગની પૂછપરછમાં સામે આવ્યું હતું કે સંચાલકો પાસે આ જગ્યાનું કોઈ લાયસન્સ નહોતું. જે નામે લાયસન્સ દર્શાવવામાં આવતું હતું તે સરનામું પણ ખોટું નીકળ્યું હતું. આમ, કોઈપણ જાતના માન્ય લાયસન્સ વિના ગેરકાયદે રીતે અતિ હલકી ગુણવત્તાના ‘ટેસ્ટી સ્નેક્સ કેચઅપ’ નામે સોસનું ઉત્પાદન કરી અલગ-અલગ દુકાનો અને ખાણીપીણીની લારીઓ પર વેચાણ કરવામાં આવતું હતું. ફૂડ વિભાગે ખરીદ-વેચાણના બિલ માંગતા સંચાલકો કોઈ બિલ રજૂ કરી શક્યા નહોતા.

સ્થળ પરથી ફૂડ વિભાગની ટીમે 2000 કિલો જેટલો રો મટીરીયલ અને તૈયાર સોસનો જથ્થો કબ્જે કર્યો છે. ફૂડ વિભાગે તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે યુનિટને સીલ કરી દીધુ છે અને જપ્ત કરાયેલા તમામ અખાદ્ય જથ્થાના સેમ્પલ લઈને તેને નાશ કરવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...