Thursday, March 12, 2026

રહીશો ! હાઉસીંગ રિડેવલપમેન્ટ કેમ જરૂરી છે ? રિડેવલપમેન્ટથી થતા ફાયદા વિશે જાણો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઉસીંગ બોર્ડના એપાર્ટમેન્ટને રિડેવલપમેન્ટને લઇને છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઇ પરિણામ આવ્યું નથી.જેને લઈને અમદાવાદના સોલા-નારણપુરા અને નવા વાડજમાં હાઉસિંગ બોર્ડની 90 થી વધુ સોસાયટીના રહીશો દ્વારા હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનની રચના કરવામાં આવી હતી. આ ફેડરેશને જણાવ્યું હતું કે 25 થી 40 વર્ષ જુના જર્જરિત બાંધકામના ફ્લેટોમાં લોકો જીવન જોખમે જીવે છે ત્યારે આ ફેડરેશન દ્વારા હાઉસીંગ રિડેવલપમેન્ટ મુદ્દે ભૂતકાળમાં સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને બોર્ડના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ નક્કર નિર્ણય હજુ સુધી લેવાયો નથી. જો કે નજીકના સમયમાં રિડેવલપમેન્ટ અંગે કોઈ સારા સમાચાર મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
હાઉસીંગ રિડેવલપમેન્ટને લઈને રહીશોને જણાવાયું છે કે

જૂના બાંધકામના ગેરફાયદાઓ…
૧. વર્ષો પહેલા વપરાયેલા મટીરીયલ (ઇંટ, સિમેન્ટ, લોખંડ)નું આયુષ્ય પૂરું થવા આવ્યું હોય છે
૨. મકાનોમાં કાયમી મેંઇટેનન્સ (સમારકામ)નાં ખર્ચ
૩. એપાર્ટમેન્ટની આસપાસ ગંદકી
૪. સોસાયટીના આંતરિક રસ્તાઓની ખરાબ સ્થિતિ
૫. ઇમરજન્સીનાં પ્રસંગે ફાયર કે એમ્બ્યુલન્સને સોસાયટીમાં આવવામાં પડતી તકલીફ
૬. બાળકો માટે રમત ગમત માટે સગવડનો અભાવ
૭. સિનિયર સિટઝન માટે બેસવાની કોઈ વ્યવસ્થાનો અભાવ
૮. જૂની યોજનાઓમાં લિફ્ટનાં હોવાથી બીમાર વ્યક્તિ, સિનિયર સિટીઝન, અશક્ત વગેરેને પડતી તકલીફ
૯. સામાજિક/ ધાર્મિક પ્રસંગ ઉજવવા માટે તકલીફ
૧૦. પાર્કિંગની મુખ્ય સમસ્યા
૧૧. ઓવરહેડ પાણીની ટાંકીઓ જર્જરિત
૧૨. જૂની સોસાયટીમાં કંપાઉન્ડ વોલનાં હોવાથી ચોરી અને અન્ય સમસ્યાઓ

રિડેવલોપમેન્ટથી થતા ફાયદા…
૧. નવું અને આધુનિક સગવડ સાથે નું ભૂકંપપ્રૂફ બાંધકામ
૨. લિફ્ટની સગવડ
૩. સામાજિક /ધાર્મિક પ્રસંગ માટે કૉમ્યુનિટી હોલની વ્યવસ્થા
૪. પાર્કિંગની વ્યવસ્થા
૫. ચિલ્ડ્રનપ્લે એરિયાની વ્યવસ્થા
૬. સિનિયર સિટીઝન માટેની વ્યવસ્થા
૭. 24 કલાક સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા
૮. વરસાદી પાણીનાં સંગ્રહની વ્યવસ્થા
૯. સોલાર સિસ્ટમથી કોમન વીજળી વપરાશમાં બચત
૧૦. સિક્યુરિટી કેબિનનાં લીધે સલામતી
૧૧. ગાર્ડનની વ્યવસ્થા
૧૨.જૂના બાંધકામનાં કાર્પેટ થી 40 % નવું બાંધકામ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...