Friday, June 12, 2026

AMCના ડમ્પરો બન્યા બેફામ, ફૂલ સ્પીડે જતા ડમ્પરે અડફેટે લેતા નિર્દોષ યુવાનનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત

spot_img
Share

અમદાવાદ : શહેરમાં આજે સામાન્ય વ્યક્તિને હચમચાવીને રુંવડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. શહેરમાં ફરી એક વખત પૂર ઝડપે જઈ રહેલા ડમ્પરે એક માસુમ વ્યક્તિનું મોત નીપજાવ્યું છે. યુવક પોતાના ઘરથી બહાર તરફ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તા પર પૂર ઝડપે આવી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ડમ્પરે તેને અડફેટે લીધો હતો. જેમાં યુવકને ગંભીર ઈજા પહોંચતા તેનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવવા અંગે હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે અમદાવાદના સુખરામનગર અમરાઈવાડી માર્ગ પર ઉત્તમ ડેરી નજીક AMCના ડમ્પરે અકસ્માત સર્જો હતો. અમરાઈવાડીથી કચરો લઈ ફૂલ સ્પીડમાં જતુ ડમ્પર વિજય પારઘી નામના 31 વર્ષના યુવકને અડફેટે લેતા તે ફંગોળાઈ ગયો હતો. જેમાં તે નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત થતા રસ્તા પર લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. લોકો ડ્રાઇવરને પકડવા જાય તે પહેલા તે ભાગી ગયો હતો.

આ અકસ્માતના બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રસ્તામાં લોકોના ટોળા ભેગા થતા પોલીસે ત્યાંથી તાત્કાલિક લાશને ખસેડવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.​​​​​​​ સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ રસ્તા પરથી રોજ AMCના ડમ્પરો પસાર થાય છે, જે પુરપાટ ઝડપે જતા હોય છે. જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધુ રહે છે. આ મામલે હાલ પોલીસે ડમ્પર ચાલકને પકડવાના પ્રયાસ શરૂ કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...