Thursday, April 9, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ફ્લેટના પાર્કિંગમાં વહેલી સવારે આગ, 15 જેટલા ટુ-વ્હીલર અને ત્રણ એસી બળીને ખાખ

spot_img
Share

અમદાવાદ : આજે વહેલી સવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં શાંતિવન બસ સ્ટેન્ડ નજીક આવેલા અમીઝરા એપાર્ટમેન્ટના બી બ્લોકના પાર્કિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગના બનાવમાં 15 જેટલા ટુ વહીલર અને 3 એસીના આઉટડોર બળીને ખાક થઈ ગયા હતા. આગ લાગતા ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આગમાં કોઈપણ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે વહેલી સવારે 4:48 વાગ્યે ફાયરબ્રિગેડના કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે, પાલડી ચંદ્રનગર રોડ પર શાંતિવન બસ સ્ટેન્ડ નજીક આવેલા અમીઝરા એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની કુલ પાંચ જેટલી ગાડીઓ અને સ્ટેશન ઓફિસરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચે એ પહેલા પાર્કિંગમાં રહેલા અંદાજે 15 જેટલા ટુ વહીલર આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ વધુને વધુ ફેલાઈ ગઈ હતી અને ફ્લેટના ઉપરના પહેલા માળ સુધી પહોંચી હતી. જેમાં સી બ્લોકના કેટલાક ઘરોના કાચ પણ તૂટી ગયા હતા.

ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી અને પાણીનો મારો ચલાવી 15 મિનિટમાં આગને કાબુમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતા એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા.ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગતાની સાથે જ સી બ્લોક અને બી બ્લોકના લોકો નીચે ઉતરી ગયા હતા અને કેટલાક ધાબા પર જતા રહ્યા હતા. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે અને નજીક નજીક ટુ-વ્હીલર પડેલા હોવાથી ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...