Monday, April 20, 2026

ચૈત્રી નવરાત્રિમાં અંબાજી મંદિરનો દર્શન-આરતીનો સમય બદલાયો, ખાસ જાણી લેજો

spot_img
Share

બનાસકાંઠા : આવતીકાલ 2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજારો દર્શનાર્થીઓને દર્શન આરતીનો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળી રહે તેવું આયોજન કરાયું છે. અંબાજી મંદિરમાં હિન્દુઓના વિક્રમ સંવતના નવા વર્ષથી એટલે કે 2 એપ્રિલને ચૈત્રી નવરાત્રિથી દર્શન આરતીનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સાથે જ નવરાત્રિના દિવસે ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે જેમાં

આરતી અને દર્શનનો સમય

સવારે આરતીઃ- 07.00 થી 07.30 કલાકે
ઘટ સ્થાપન સવારે – 9.00 થી 10.30
સવારના દર્શનઃ- 08.30 થી 11.30
બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધી
સાંજની આરતીઃ- 19.00 થી 19.00
સાંજે દર્શનઃ- 19.00 થી રાત્રિનાં 21.00 સુધી ખુલ્લા રહેશે.

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દેવાંગભાઈ ઠાકરે જણાવ્યં કે, ચૈત્ર સુદ આઠમ તારીખ 8 એપ્રિલના રોજ સવારે આરતી 6.00 કલાકે થશે અને ચૈત્રી પૂનમ તારીખ 16 એપ્રિલ સવારે સવારે આરતી 6.00 કલાકે થશે. જોકે આમ તો વર્ષ દરમિયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રિની મહત્વ હોય છે. આ વસંતીય ચૈત્રી નવરાત્રિને લઇ અંબાજીમાં યાત્રિકોની ભારે ભીડ રહેતી હોય છે. આ વખતે અંબાજી મંદિરમાં નવ દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પરમિશન પણ આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...