Sunday, July 26, 2026

AMCનું મેગા એક્શન ! દિવાલ પડવાની ઘટના બાદ બાંધકામ સાઇટ્સ પર તવાઈ, 11 સાઇટ્સનું કામ અટકાવ્યું

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદના કારણે ચાલુ બાંધકામ સાઈટો ઉપર દિવાલ પડવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ચોમાસાની શરૂઆત પહેલા ચેકિંગ કરવાનું હોય છે, પરંતુ બે દિવસના વરસાદમાં બાંધકામ સાઈટો પર દિવાલો પડવાની ઘટના બન્યા બાદ હવે તંત્ર જાગ્યું છે. શહેરની કુલ 166 ચાલુ બાંધકામ સાઇટ્સનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિયમોનું પાલન ન કરતી કુલ 11 સાઇટ્સ સામે કડક કાર્યવાહી કરીને રજાચિઠ્ઠી (સ્ટોપ વર્ક) આપવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, AMC દ્વારા હાથ ધરાયેલા અભિયાન અંતર્ગત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 45, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 30, પશ્ચિમ ઝોનમાં 27, મધ્ય ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 18, પૂર્વ ઝોનમાં 35 અને દક્ષિણ ઝોનમાં 9 સહિત કુલ 166 ચાલુ બાંધકામ સાઇટ્સનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બેરિકેડિંગ, સ્ટ્રટિંગ (Strutting), ડી-વોટરિંગ પંપિંગ સિસ્ટમ, લેબર કોલોનીની સુરક્ષા, બેઝમેન્ટની સલામતી તેમજ સ્થળ પર એન્જિનિયર અને સુપરવાઇઝર દ્વારા કરવામાં આવતી દેખરેખ સહિત તમામ જરૂરી વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.ચકાસણી દરમિયાન સલામતીના નિયમોનું પાલન ન કરતી કુલ 11 બાંધકામ સાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં સંબંધિત ડેવલપર, એન્જિનિયર અને ક્લાર્ક ઓફ વર્ક્સને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે તેમજ પૂરતી સલામતી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કામ સ્થગિત રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનની 5, દક્ષિણ-પશ્ચિમ ઝોનની 3, ઉત્તર-પશ્ચિમ ઝોનની 2 અને ઉત્તર ઝોનની 1 સાઇટ સહિત કુલ 11 સાઇટ્સ સામે રજાચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી છે અને બાંધકામ પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવી છે. પૂરતી સલામતીની વ્યવસ્થા કરવા તાકીદ સાથે લેબર કોલોની પણ ખાલી કરાવવામાં આવી છે.

શહેરની વચ્ચે બાંધકામ સાઈટો બનાવવામાં આવી રહી છે, ત્યારે આજુબાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો હોય છે જેમાં કેટલાક લોકોને હેરાનગતિ થતી હોય છે, ત્યારે એસ્ટેટ વિભાગના અધિકારીઓ બાંધકામ સાઈટો ઉપર તપાસ કરતા નથી જેના કારણે બિલ્ડરો દ્વારા મનમાની કરવામાં આવતી હોય છે. બાંધકામ સાઈટો પર દિવાલ પડવાની આ દુર્ઘટનાઓ વધી રહી છે, ત્યારે એસ્ટેટ વિભાગના અધિકારીઓ કામગીરી બતાવી રહ્યા છે. એસ્ટેટ વિભાગ અને બિલ્ડરો વચ્ચે સાંઠગાંઠ હોવાના પગલે તપાસ ન કરવામાં આવતી હોવાની ચર્ચા છે.

કઈ કઈ સાઈટોની રજા ચિઠ્ઠી અને કામ બંધ

રત્નાંજલિ એલાયસ
સંજય એપાર્ટમેન્ટ
મુદ્રા એપાર્ટમેન્ટ
સૂર્યા-3
બંસરી એપાર્ટમેન્ટ
ત્રિનય અનધ
ધ ઇમ્પ્રેસ
જમનાદાસ હાઉસ
શ્રીધર વાયન
ઓવિયર-2
વેદ ઓસિસ

 

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...