29.4 C
Gujarat
Friday, July 4, 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ એક્શનમાં MLA, તાબડતોબ નારણપુરા વિધાનસભાનું કાર્યાલય કરાયું શરૂ

Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે છે. ત્યારે ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી તેમજ ગાંધીનગનર લોકસભા વિસ્તારના તમામ ધારાસભ્યો સહીત અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે તમામ ધારાસભ્યોને વિધાનસભા દીઠ કાર્યાલય ખોલવા સૂચના આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ નારણપુરા વિધાનસભાનું કાર્યાલય તાત્કાલિક શરૂ કરાયું છે. તો આવતીકાલે જ ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયની શરૂઆત કરવામાં આવશે. શનિવારે સવારે 9 કલાકે CMના ઘાટલોડિયા સ્થિત કાર્યાલયમાં કામગીરીની શરૂઆત થશે. ચૂંટણીલક્ષી તમામ કામગીરીનું વિધાનસભા કાર્યાલયથી સંચાલન થશે. અન્ય વિધાનસભા કાર્યાલયો પણ શનિવાર સુધીમાં કાર્યરત થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles