35.1 C
Gujarat
Wednesday, October 9, 2024

ગઈકાલના શિવરંજની પાસે ભયંકર અકસ્માત મામલે ઈજાગ્રસ્ત ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનું મોત

Share

અમદાવાદ : અમદાવાદમાં શિવરંજની પાસે આવેલ કેશવબાગ ચાર રસ્તા પર ગઈકાલે થયેલ એક ભયંકર રોડ દુર્ઘટનામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીનું મોત થયું છે. પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવામાં જતી યુવતીને ટક્કર મારતા યુવતી 50 મીટર ઢસડાઇ હતી. સારવાર દરમિયાન આજે યુવતીનું મોત થયું છે.આ સમગ્ર મામલે હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ નારણપુરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિશ્વા શાહ નામની યુવતી એક્ટિવા પર જઈ રહી હતી અને અકસ્માતનો ભોગ બની હતી. ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી શિવરંજની નજીક કેશવબાગ ચાર રસ્તા પાસે એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી. ત્યારે કારચાલક મહિલાએ તેને અડફેટે લેતાં 50 મીટર સુધી ઢસડાઈ હતી. યુવતી ગંભીર ઈજા સાથે લોહીલૂહાણ બની હતી તેમજ લોહીના રેલા રોડ પર જોવા મળ્યા હતા. ઘટનાને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ગંભીર ઈજા સાથે યુવતીને હોસ્પિટલ ખસેડી હતી. જોકે સારવાર દરમિયાન કોમામાં ગયેલ યુવતીનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પરિવારજનો અકસ્માત કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવે એવી માગ સાથે પોલીસ સ્ટેશન ભેગા થયા હતા.

ઘટનાના પગલે યુવતીને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જો કે દુર્ભાગ્યવશ યુવતીની જિંદગી ન બચાવી શકાય અને સારવાર દરમિયાન જ આજે આજે યુવતીનું મોત થયું છે. આશાસ્પદ યુવતીના આકસ્મિક નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. જો કે પરિવારે દુ:ખની ઘડીમાં પણ અન્યના જીવનમાં અજવાળા કરવા અંગદાનનો નિર્ણય કર્યો છે. આ સમગ્ર મામલે હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles