Tuesday, March 10, 2026

રાણીપના બલોલનગરમાં જૂથ અથડામણ બાદ હિંસક પથ્થરમારો, પોલીસનો કાફલો ઉતારી દેવાયો

spot_img
Share

અમદાવાદ : રાણીપના બલોલનગરમાં ગઇકાલે(9 માર્ચ) રાત્રે સોસાયટીમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષે સામસામે એકબીજા પર પથ્થર ફેંક્યા હતા. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે 6 લોકોની અટકાયત કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાણીપના બલોલનગરમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા દંતાણી સમાજના બે જૂથ વચ્ચે રાતના સમયે પથ્થરમારો થયો હતો. સોસાયટીમાં રહેતા એક પરિવારના ત્યાં બહારથી કેટલાક લોકો આવ્યા હતા જેને લઈને બીજા પરિવારે વિરોધ કર્યો હતો. જે બાદ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બન્યો હતો જેમાં બંને પરિવારના લોકોએ મારામારી કરી હતી.

આ ઘટનાની જાણ થતા જ રાણીપ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો, જેમાં 4થી 5 પીસીઆર વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને સ્થળ પરથી પથ્થરમારામાં સામેલ 6 વ્યક્તિઓની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર, અત્યાર સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રાણીપ પોલીસ સ્ટેશન ખાતે તમામની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

હિંસક પથ્થરમારાની આ ઘટનામાં સામેલ હોવાના શંકાના આધારે પોલીસે સ્થળ પરથી જ 6 લોકોની અટકાયત કરી છે. પકડાયેલા શખ્સોને કડક પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી પથ્થરમારો શરૂ કરનારા મુખ્ય સૂત્રધારોની ઓળખ થઈ શકે. પોલીસનું કહેવું છે કે, વિસ્તારની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં.

વિશ્વકર્મા સોસાયટીમાં આ ઝઘડો કયા કારણોસર શરૂ થયો અને પથ્થરમારા પાછળનું સાચું કારણ શું છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ અંગત અદાવત કે સામાન્ય બોલાચાલીનું પરિણામ હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં બલોલનગર વિસ્તારમાં શાંતિ છે, પરંતુ પોલીસે અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા નાગરિકોને અપીલ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...