28.1 C
Gujarat
Friday, July 4, 2025

હાઉસિંગ રીડેવલપમેન્ટ મુદ્દે સામાન્ય પ્રશ્નોના સમાધાન માટે હાર્ફ દ્વારા હાઉસિંગ બોર્ડને સૂચનો..!!

Share

અમદાવાદ : નવા વાડજ, નારણપુરા સહિત સમગ્ર અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા ડીમોલીશનથી લઈને કન્સ્ટ્રકશન લેવલે પહોંચી છે, છતાંય અનેક સોસાયટીઓમાં પાયાના મુળભૂત એવા પ્રશ્નો રીડેવલપમેન્ટમાં બાધારૂપ બની રહ્યાં છે, જેના કારણે રીડેવલપમેન્ટ માટે રહીશો તૈયાર હોવા છતા પોલીસીની ત્રુટીઓ અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓની કાર્યપદ્ધતિ અડચણરૂપ બની રહ્યાં છે.

જેમાં મુખ્યત્વે નેગેટીવ ટેન્ડર અને પોઝિટીવ ટેન્ડર વચ્ચેનો ભેદ, લાભાર્થીના ફ્રન્ટેજ અને ફલોર પ્રોટેકશન લાભ, હયાત કાર્પેટ અને વપરાશમાં લેવાતા કાર્પેટ, જુના મકાના માલિકો અને નવા મકાન માલિકોને ફાળવણી, પ્લાન પાસમાં સહી સિક્કા કરતા પહેલા બોર્ડ અધિકારીદ્વારા 140 ટકા કાર્પેટની ખરાઈ સહિતના અનેક મુદ્દે હાઉસિંગ રીડેવલપમેન્ટ ખોરંભાય છે, જે બાબતો છણાવટ થાય તો રીડેવલપમેન્ટ ઝડપી બનશે.ઉપરોક્ત તમામ મુદ્દે હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશનના સક્રિય સભ્ય સંદિપ ત્રિવેદી જણાવે છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ટેન્ડરમાં કોઈ બેઝ પ્રાઈસ નક્કી નહીં હોવાથી સારા લોકેશનમાં પણ નેગેટિવ પ્રીમિયમ આવે છે અને સરકારી તિજાેરીને નુકશાન મોટા પાયે થાય છે.

સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવાની વાત આવે તો સરકારી તિજાેરીને નુકશાન થાય તેવું અધિકારીઓ અને રાજકીય આગેવાનો જણાવે છે તો અહીં મોટા પાયે સરકારી તિજાેરીને નુકશાન થાય છે તે કેમ કોઈને દેખાતું નથી. નેગેટીવ પ્રીમિયમથી કોર્પોરેશનની સરકારી તિજાેરીને આવક ને નુકશાન થાય જ છે. ટેન્ડર એસ્ટીમેટેડ વેલ્યુ, બિડ વેલ્યુ અને ટેન્ડર બિડ જસ્ટીફાય વેલ્યુ ની કોઈ ગણતરી કે ફોર્મ્યુલા બોર્ડમાં કઈ છે તે માંગણી કરીએ તો તેવી કોઈ ફોર્મ્યુલા કે કોષ્ટક નથી તેવું બોર્ડ અધિકારી જણાવે છે તો આ ગણતરી જસ્ટીફાય કેવી રીતે થાય છે. શું તે મૌખિક થાય છે તો કેમ મૌખિક કરાય છે? રાજ્યની સ્ક્રીનીંગ કમિટીને કંઈક તો લેખિત આપે છે કે ત્યાં પણ મૌખિક! આવી બાબતોમાં કંઈક લોચા હોય અને મોટા ભ્રષ્ટાચાર થવાની શક્યતાઓ ઘણી રહેલી છે.

જેથી પ્રજામાં કોઈ ગેરસમજ ઉભી થાય નહીં માટે બધા જ ટેન્ડર બેઝ પ્રાઈઝ કરી દેવા જાેઈએ અને તેથી ઉપર હરિફાઈ કરાવાય કે પછી બધા ટેન્ડર નેગેટીવ જ પાડવા જાેઈએ અને પબ્લીકને હાર્ડશિપ કોમ્પેન્સેશન તરીકે સારી એવી રકમ ચેકથી આપવી જાેઈએ.

રીડેવલપમેન્ટ બાબતે કેટલાક પ્રશ્નોના સમાધાન માટેના કેટલાક સૂચનો હાર્ફના સક્રિય સભ્ય દ્વારા સૂચવેલ છે.

0.ટેન્ડર પ્રકાશિત કરતા પહેલા જે તે સોસાયટી હયાત કાર્પેટ કેટલો છે તેની ગણતરી કેવી રીતે થાય છે અને કેટલું મળવાપાત્ર છે તે જણાવી એસોસિએશન પાસેથી લેખિત કન્ફર્મ કરવી લેવું.

1.ગુ. હા.બોર્ડ દ્વારા મહત્તમ ૧૪૦% કાર્પેટ ની સ્પષ્ટ વ્યાખ્યા અને તેમાં વપરાશમાં લેવાતા કાર્પેટમાં શું ગણાશે અને કેવી રીતે કાર્પેટ ગણાશે તેની ચોખવટ કરી દેવી, અને તે અનુસંધાને ફાળવણી પીએચસી કે એફએસસી કોને કરવી તેની સચોટ ચોખવટ કરી દેવી.

2.પ્લાન પાસમાં સહી સિક્કા કરતા પહેલા મહત્તમ ૧૪૦% કાર્પેટની ખરાઈ કાર્યપાલક ઇજનેર દ્વારા થઈ જવી જાેઈએ.

3.પ્લાન પાસમાં સહી સિક્કા કરતા પહેલા બોર્ડ અધિકારી દ્વારા મહત્તમ ૧૪૦% મર્યાદાવાળા ખરાઈ થયેલ મકાનોમાં જ તમામ સંમત કે અસંમત પી.એચ.સી સભ્યોને મકાન ફાળવાયા છે તેની ખરાઈ થઈ જવી જાેઈએ.

4.ફ્રન્ટેજ અને ફ્લોર પ્રોટેક્શન લાભ લાભાર્થીના જળવાઈ ગયા છે તેની ખરાઈ પ્લાન પાસમાં સહી સિક્કા કરતા પહેલા બોર્ડ અધિકારી દ્વારા થઈ જવી જાેઈએ.

5.ઉપરોક્ત પોઇન્ટ 1, 2, 3 અને 4 ની ખરાઈ કર્યા બાદ તે બાબતે એક ફિક્સ ફોર્મેટમાં એનેક્ષર બનાવી સોસાયટી સભ્યો પાસેથી તેમાં ફાળવણી મજૂરીની સહી કરાવવી. કુલ સભ્યોમાંથી ૭૫% કે તેથી વધુ સભ્યોના સહી થયેલ આ એનેક્ષર ને જ ટ્રાઇ પાર્ટી એગ્રીમેન્ટનો ભાગ બનાવી દેવો જાેઈએ.

જાે આ રીતે કાર્ય થાય તો ભવિષ્યમાં કોઈ પણ સોસાયટીમાં ફાળવણી ફેરબદલ કરવાની સમસ્યા આવે જ નહીં.

તેઓએ છેલ્લે આશા વ્યક્ત કરી છે કે ઉપરોક્ત સૂચનો બોર્ડ કચેરીને કોઈ નિશ્ચિત સિસ્ટમ બનાવવામાં મદદરૂપ નીવડશે, જે જનહિતમાં પ્રબળ ઈચ્છાશક્તિને આભારી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles