Saturday, September 19, 2026

અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી, રોટલીના બાસ્કેટમાંથી ડઝનબંધ જીવાતો નીકળી, AMCએ 25,000નો દંડ ફટકાર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. વેઇટર જે વાંસની બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો હતો એમાંથી જીવડાં નીકળીને ટેબલ પર ફરવા લાગ્યાં હતાં. આ મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં કે જવાબ ન મળતાં આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પગલે AMCના ફૂડ વિભાગે MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ ચોંકાવનારી ઘટના ગત તારીખ 18/11/2025ના રોજ બની હતી. ગ્રાહકે આપેલી વિગતો મુજબ, રોટલીના વાંસના બાસ્કેટમાં જીવાતોનો ભરાવો હતો. જ્યારે આ બાસ્કેટને સહેજ ખંખેરવામાં આવ્યું ત્યારે તેમાંથી અસંખ્ય જીવાતો નીકળીને સીધી જમવાના ટેબલ પર ફરવા લાગી હતી. એક પ્રખ્યાત અને મોંઘી રેસ્ટોરન્ટમાં આવી હૈફી (ગંદકી) જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયા હતા.

આ ગંભીર બેદરકારી અંગે જ્યારે ગ્રાહકે રેસ્ટોરન્ટના મેનેજરને ફરિયાદ કરી, ત્યારે તેમને અત્યંત નફ્ફટાઈભર્યો અને બેજવાબદાર જવાબ મળ્યો હતો. મેનેજરે પોતાની ભૂલ સ્વીકારવા કે માફી માંગવાને બદલે માત્ર એટલું જ કહ્યું, “બીજું ભાણું મંગાવી દઈએ છીએ.” મેનેજરે આ ઘટના અંગે કોઈપણ પ્રકારની દિલગીરી વ્યક્ત કરી ન હતી. એટલું જ નહીં, મેનેજરે ગ્રાહક પાસેથી આ જમવાનું બિલ પણ લીધું ન હતું.

ગ્રાહકે રસોડાની સફાઈ અને સ્વચ્છતા જોવા માટે અંદર જવાની માગણી કરી, પરંતુ મેનેજરે સીધો ઇનકાર કરી દીધો અને કહ્યું કે, “રસોડામાં નહીં જઈ શકો.” બાદમાં રેસ્ટોરન્ટના ઉપરી અધિકારીનો ફોન આવ્યો, પરંતુ તેમની તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ કે સ્પષ્ટતા મળી નહોતી.

આ ઘટના ગ્રાહકના સ્વાસ્થ્ય સાથેનો ગંભીર ખિલવાડ હોવાથી મામલો મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) સુધી પહોંચ્યો હતો. અમદાવાદ મનપાની ફૂડ સેફ્ટી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને Mocha રેસ્ટોરન્ટને ગંભીર બેદરકારી અને અસ્વચ્છતા બદલ રૂ. 25,000 (પચીસ હજાર)નો દંડ ફટકાર્યો છે. આ દંડ એ વાતનો સંકેત આપે છે કે પ્રખ્યાત અને મોંઘી રેસ્ટોરન્ટોએ પણ સ્વચ્છતા અને ગ્રાહકના સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવું પડશે.

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે.

જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર 9099013116, 9099012166 અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ helpdesk.fdca@gmail.com પર ફરિયાદ નોંધાવી શકાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...