Friday, November 28, 2025

ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, આ રીતે થયો પર્દાફાશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં એક રેડીમેડ ગારમેન્ટના શો-રૂમમાં ખરીદીના બહાને હાથફેરો થયાની ઘટના સામે આવી છે. અહીં ત્રણ અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવીને આશરે રૂપિયા 15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડીની ચોરી કરી હતી. આ અંગે દુકાનદાર કૃણાલભાઈએ પોલીસમાં ચોરીની ફરિયાદ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 25 નવેમ્બરના રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ ત્રણ અજાણી મહિલાઓ ગ્રાહક તરીકે શોરૂમમાં આવી હતી. તેમણે સ્ટાફને વિવિધ પંજાબી ડ્રેસ દેખાડવા કહ્યું. સ્ટાફ દ્વારા કલેક્શન બતાવવામાં આવ્યું પછી ત્રણેય મહિલાઓ વારમાંવાર ટ્રાયલ રૂમમાં જવા લાગી. ટ્રાયલ રૂમમાં પ્રવેશતી વખતે તેઓ એક જોડી ડ્રેસ લેવાની જગ્યાએ બે જોડી લઈ જતી હતી. ટ્રાયલ કરીને તેઓ બહાર આવતા ત્યારે સ્ટાફને માત્ર એક જ ડ્રેસ પાછો આપતા અને બીજો ડ્રેસ પોતાની પાસે જ છુપાવી લેતા. આ પ્રક્રિયા ખૂબ કુશળતાથી ચાલી રહી હતી, જેથી દુકાનના કર્મચારીઓને પણ તરત શંકા ન થાય. થોડા સમય બાદ મહિલાઓ કોઈ ખરીદી કર્યા વગર દુકાનમાંથી નીકળી ગઈ હતી.

આ ઘટનાના બીજા દિવસે જ્યારે દુકાનનો સ્ટોક તપાસવામાં આવ્યો ત્યારે લેડીઝ પંજાબી ડ્રેસની કુલ પાંચ જોડી ઓછી હોવાનું માલિકની નજરે ચડ્યું. શરૂઆતમાં સ્ટાફને લાગ્યું કે, કદાચ બીજે ક્યાંક રાખવામાં ભૂલ થઈ હશે,પરંતુ શોધ કર્યા છતાં ડ્રેસ મળી ન આવતા સ્થિતિ શંકાસ્પદ લાગી. કૃણાલભાઈએ સ્ટાફ સાથે મળીને તરત જ સીસીટીવી ફૂટેજ ચેક કર્યું. રેકોર્ડ થયેલા દ્રશ્યો જોયા પછી મહિલાઓની કરામત સામે આવી. તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું કે, મહિલાઓ એકબીજાને સહકાર આપી ટ્રાયલ રૂમમાં ડ્રેસ ચોરી રહી હતી. કુલ પાંચ જોડી ડ્રેસની કિંમત આશરે 15 હજાર રૂપિયા જેટલી થતી હતી.

ચોરીને અંજામ આપ્યા બાદ, આ મહિલાઓ કોઈ પણ ખરીદી કર્યા વગર તરત જ શોરૂમમાંથી ફરાર થઈ ગઈ હતી. જ્યારે શોરૂમ સ્ટાફે ડ્રેસનો સ્ટોક ચેક કર્યો, ત્યારે તેમને પાંચ ડ્રેસની ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું. ચોરીની આ સમગ્ર ઘટના શોરૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. શોરૂમ માલિકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર મહિલાઓને શોધવા માટે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...