અમદાવાદ : શહેરના ટ્રાફિકને હળવો કરવા અને અકસ્માતો ઘટાડવા માટે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસટી (જી્) અને લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના ર્નિણયને જનતાએ આવકાર્યો છે. પરંતુ, સિક્કાની બીજી બાજુ એ છે કે જે વાહનો ખરેખર જીવલેણ અકસ્માતો માટે જવાબદાર છે, તેવા ડમ્પર, કન્ટેનર અને મિક્સર મશીનો હજુ પણ શહેરના માર્ગો પર ‘માતેલા સાંઢ‘ની જેમ ફરી રહ્યા છે.
તંત્રના ર્નિણય સામે સવાલ ઉઠી રહ્યો છે કે શું શહેરની ટ્રાફિક સમસ્યા માટે માત્ર મુસાફર બસો જ જવાબદાર છે? આંકડાઓ સાક્ષી છે કે શહેરમાં થતા ગંભીર અકસ્માતોમાં મોટાભાગે રેતી-કપચીના ડમ્પરો, કોર્પોરેશનના કચરાના વાહનો અને વિશાળ કન્ટેનરો સંડોવાયેલા હોય છે. આ વાહનો નો-પાર્કિંગ ઝોનમાં અને જાહેર રોડ પર અડિંગો જમાવીને ઊભા રહે છે, છતાં તેમની સામે કાર્યવાહી કેમ થતી નથી?
‘પરમિશન‘ ના નામે જાેખમી ખેલ
પોલીસ તંત્રનું કહેવું છે કે આ ભારે વાહનો પરમિશન સાથે ફરે છે. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે:
શું પરમિશન મળવાથી આ વાહનોની સ્પીડ કે અકસ્માતનું જાેખમ ઘટી જાય છે?
બાંધકામના વાહનો (ત્નઝ્રમ્, ક્રેન, મિક્સર) પીક અવર્સમાં વ્યસ્ત રોડ પર કઈ રીતે ફરી શકે?
જાહેરનામું હોવા છતાં ખાનગી લક્ઝરી બસો કયા ‘વહીવટ‘ને કારણે શહેરમાં બેરોકટોક પ્રવેશે છે?
સામાન્ય નાગરિક મુંઝવણમાં: પરમિશન છે કે નહીં તે કેવી રીતે ઓળખવું?
સામાન્ય જનતા માટે એ ઓળખવું અશક્ય છે કે રસ્તા પર દોડતું ભારે વાહન કાયદેસરની પરમિશન સાથે છે કે ગેરકાયદે.
કોઈ સ્પષ્ટ સ્ટીકર કે ઓળખ નથી: પરમિશન વાળા વાહનો પર કોઈ વિશિષ્ટ માર્કિંગ હોતું નથી.
ડિજિટલ ટ્રેકિંગનો અભાવ: કયા વાહનને કયા રૂટની પરમિશન છે તેની માહિતી જાહેર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી.
નિયમોનું ઉલ્લંઘન: ઘણીવાર પરમિશન એક ચોક્કસ સમયની હોય છે, પરંતુ વાહનો આખો દિવસ દોડતા જાેવા મળે છે.
તંત્ર સામેના તીખા સવાલો
કોની મહેરબાની: શું મોટા કોન્ટ્રાક્ટરો અને ટ્રાન્સપોર્ટરો સામે કાર્યવાહી કરતા તંત્રના હાથ ધ્રૂજે છે?
પાર્કિંગ માફિયા: રોડ પર ગેરકાયદે પાર્ક થતા કન્ટેનરો સામે ‘ટોઈંગ‘ની કામગીરી કેમ ઠપ્પ છે?
ભ્રષ્ટાચારની આશંકા: શું ‘પરમિશન‘ ના નામે માત્ર કાગળ પર જ નિયમો ચાલે છે અને વાસ્તવિકતામાં ‘વહીવટ‘ ચાલે છે?
જાે અમદાવાદને ખરેખર સુરક્ષિત બનાવવું હોય, તો માત્ર પેસેન્જર બસોને રોકવાથી કંઈ નહીં વળે. તંત્રએ ડમ્પર, ટેન્કર અને કન્ટેનર જેવા ભારે વાહનો માટે કડક સમયમર્યાદા નક્કી કરવી પડશે અને પરમિશનની પ્રક્રિયાને પારદર્શક બનાવી જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાવવી પડશે. અન્યથા, આ ‘મોતના સોદાગરો‘ નિર્દોષ નાગરિકોનો ભોગ લેતા રહેશે.


