Wednesday, May 20, 2026

અમદાવાદમાં હિટ એન્ડ રન : BMW કાર રિક્ષાને ટક્કર મારી બસ સ્ટેન્ડમાં ઘૂસી, તથ્યકાંડ થતાં થતાં રહી ગયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર બેફામ ડ્રાઇવિંગને કારણે ભયાનક અકસ્માત સર્જાયો છે. નિકોલના ભક્તિનગર બસ સ્ટેન્ડ પાસે આજે એક લક્ઝુરિયસ BMWની EV કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રિક્ષા સાથે અથડાઈને સીધી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી.બસ્ટોપને પણ નુકસાન પહોંચ્યું હતું અને BMW કારને પણ બારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ BMWની EV કારનો ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ પાસેથીના AMTS બસ સ્ટેશન પાસે BMWની EV કાર પૂર ઝડપે આવી રહી હતી. આ કારે રિક્ષા ચાલકને પુર ઝડપે ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈને દૂર પડી હતી. જ્યારે કાર બસ સ્ટેશનમાં ઘૂસી જતા આખું બસ સ્ટેશન તૂટી ગયું છે.ઘટના સ્થળેથી અકસ્માત કરનાર બાઇક ચાલકને એક બુલેટ પર આવેલો યુવક લઈને નાસી ગયો હતો. જ્યારે રિક્ષા ચાલકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

બનાવની જાણ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોચી હતી. અકસ્માત કરનાર કાર મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું છે. BMW કારની માલિકી કંપનીની જ છે, આ ગાડી ડેમો માટે આપવામાં આવી હતી..પોલીસની ટીમ હોસ્પિટલમાં ફરિયાદ લેવા પહોંચી છે, જ્યારે બીજી ટીમ કાર ચાલકની તપાસ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...