Wednesday, April 22, 2026

નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળામાં ભવ્ય ‘સાયન્સ ફેર’ યોજાયો : બાળ વૈજ્ઞાનિકોની સર્જનશક્તિ ખીલી ઉઠી

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ સ્થિત અક્ષર પ્રાથમિક શાળા ખાતે તારીખ 6/3/26 અને 7/3/26 (શુક્રવાર અને શનિવાર) ના રોજ બે દિવસીય ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાની નવતર કલ્પનાઓ અને મહેનત દ્વારા તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી માનવભાઈ જોશીએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા દર વર્ષે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં નાનપણથી જ વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને તેમની કલ્પનાશક્તિ એક નક્કર સર્જનનું સ્વરૂપ ધારણ કરે તેવો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “બાળકો માત્ર પુસ્તકિયું જ્ઞાન ન મેળવે, પરંતુ વ્યવહારિક પ્રયોગો દ્વારા શીખે તે આજના સમયની માંગ છે.”

બે દિવસીય સાયન્સ ફેર આકર્ષણના કેન્દ્રો બનેલા પ્રોજેક્ટ્સ, આ સાયન્સ ફેરમાં બાળકોએ પર્યાવરણ, ટેકનોલોજી અને વિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત અનેક પ્રોજેક્ટ્સ જાતે તૈયાર કર્યા હતા. જેમાં ખાસ કરીને નીચેના પ્રયોગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા:

વેસ્ટ મેનેજમેન્ટ: નકામી બોટલમાંથી બનાવેલી બોટનું ભ્રમણ.
જળ સંરક્ષણ: ઘરમાંથી નીકળતા શુદ્ધ અને અશુદ્ધ પાણીના પુનઃઉપયોગની સચોટ માહિતી આપતો પ્રોજેક્ટ.
પર્યાવરણ સુરક્ષા: પ્રદૂષિત ધુમાડાને શુદ્ધ કરી પરિવર્તિત કરતો નવતર પ્રયોગ.
જીવવિજ્ઞાન: માનવ હૃદયની ધમનીઓમાં રક્તનું પરિભ્રમણ દર્શાવતો લાઈવ પ્રોજેક્ટ.

બે દિવસીય સાયન્સ ફેરની મુલાકાતે આવેલા જાગૃત વાલીઓ, સગા-સંબંધીઓ અને અન્ય આમંત્રિતોએ બાળકોની મહેનત અને મૌલિક વિચારોની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ પ્રોજેક્ટ્સ જોઈને ઉપસ્થિત મહેમાનોએ બાળ વૈજ્ઞાનિકોની કૌશલ્ય શક્તિને બિરદાવી હતી.

બાળકોમાં રહેલી આ સુષુપ્ત શક્તિઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને જ એક આધુનિક અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થઈ શકે છે, તેવો સૂર આ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થતા શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...