અમદાવાદ : શહેરના નવા વાડજ વોર્ડમાં નવા તૈયાર કરાયેલા સિનિયર સિટિઝન પાર્કને શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક” નામ આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનના નવા વાડજ વોર્ડમાં નવા તૈયાર કરાયેલા સિનિયર સિટિઝન પાર્કને “સ્વ. વિનુભાઇ વ્યાસ સિનિયર સિટિઝન પાર્ક” નામ આપવામાં આવ્યું છે. નિર્ણયનગર વિસ્તારમાં સ્થિત આ પાર્કના નામાભિધાનનો કાર્યક્રમ શુક્રવાર, તા. 6 માર્ચ 2026ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે પાર્કનું નામાભિધાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ડો. હર્ષદભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ – પદાધિકારીશ્રીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


