Thursday, September 17, 2026

અમદાવાદમાં ભરવાડ સમાજ દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, નવા વાડજ ગામની ટીમ વિજેતા, એક કિલો ચાંદીની ટ્રોફી અપાઈ

spot_img
Share

(માનવ જાેષી દ્વારા) અમદાવાદ : પૌરાણિક સમયથી જે જ્ઞાતિઓએ કૃષ્ણ ભગવાનના પશુપાલનના વ્યવસાયને જીવન નિર્વાહ માટે પસંદ કર્યો, તેવા ભરવાડ સમાજ પણ સાંપ્રત સમયમાં શિક્ષણ, કલા રમતગમત તથા સામાજિક ઉત્થાન ક્ષેત્રે ખૂબ જ કાર્યશીલ છે..આ કથનને સાર્થક કરતી એક ઉત્કૃષ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ ભરવાડ સમાજ દ્વારા ભરવાડ સમાજના નિખિલ, ગૌરવ, અક્ષય અને રૂપેશ ભરવાડ જેવા ઉત્સાહી યુવાનોએ સમાજને એકત્ર કરવાનું અને ક્રિકેટના માધ્યમથી સમાજને જાગૃત કરવાનું ઉત્તમ કાર્ય હાથમાં લીધું..અલગ અલગ ગામની 32 ક્રિકેટ ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો.. દરેક ક્રિકેટ ટીમને આયોજકો તરફથી ટીશર્ટ એક વિશેષ ઓળખ તરીકે વહેંચવામાં આવી..

ફાઈનલમાં નવા વાડજ ગામની ટીમના ભવ્ય વિજય બાદ મોટી સંખ્યામાં સમાજના યુવાનોએ નારણપુરા પ્રગતિનગરથી લઈને નવા વાડજ ગામ સુધી બાઈક રેલી કાઢી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 16 દિવસ ચાલેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલદિલીની ઉત્તમ ભાવનાના દર્શન થયા. શ્રી જયંતીભાઈ સુરાભાઈ ભરવાડ, શ્રી કાળુભાઈ ભરવાડ, શ્રી મુકેશભાઈ ભરવાડ તથા આ સિવાય ઘણા સમાજના આગેવાનોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટને આર્થિક અને માનસિક પીઠબળ પૂરું પાડ્યું.. ટુર્નામેન્ટની વિજેતા ટીમ વાડજ ગામની ક્રિકેટ ટીમને એક કિલો ચાંદીની ટ્રોફી, તથા મેન ઓફ ધ સિરીઝ બનનાર ખેલાડીને 400 ગ્રામની ચાંદીની ટ્રોફી ઉપસ્થિત આગેવાનો દ્વારા અર્પણ કરવામાં આવી..

ટુર્નામેન્ટના મુખ્ય આયોજક એવા શ્રી નિખિલભાઇ ભરવાડનું કહેવું છે કે,અમારો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના યુવાનો ભેગા થાય અને ભવિષ્યમાં ભરવાડ સમાજ ભણતરની સાથે વ્યક્તિત્વ-વિકાસના દરેક પાસાનો વિકાસ કરે એવો હતો.. સમગ્ર ટુર્નામેન્ટના આયોજન, સંચાલન અને પૂર્ણાહુતિ સમયે અમારા ધ્યેયને સાર્થક કરનારો ભાવ સમાજના દરેક વ્યક્તિના ચહેરા પર સ્પષ્ટ છલકાતો હતો..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...