અમદાવાદ : અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના 48 વોર્ડના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં દરેક વોર્ડમાં બે પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે શહેરમાં નવી નિમણુંકો કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હિમ્મતસિંહ દ્વારા આ નિમણુંકોની જાહેરાત કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વોર્ડ પ્રમુખો ને ખુબ ખુબ અભિનંદન અને આવનારા સમયમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ને વધુ મજબૂત કરે એવી હ્દયપૂર્વક હાર્દિક શુભકામનાઓ 🙏🏼@HimmatsinghMla pic.twitter.com/6C1CLMMo7P
— Gujarat Congress (@INCGujarat) March 15, 2024
અમદાવાદ શહેર કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે. શહેર પ્રમુખ દ્વારા આગેવાનો સાથે ચર્ચા કરીને શહેરના 48 વોર્ડમાંથી 40 વોર્ડમાં બે-બે વોર્ડ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાંથી 28 વોર્ડ પ્રમુખને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે અન્યને શહેરમાં અન્ય હોદ્દા આપવામાં આવ્યા છે. આવનારી ચૂંટણીમાં માઈક્રો લેવલે અસરકારક કામગીરી થઈ શકે તે માટે શહેરના સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં 322 હોદ્દેદારોનો સમાવેશ કરી શહેરનું જમ્બો માળખું બનાવવામાં આવ્યું છે. જેમાં 1 ખજાનચી, 12 પ્રવકતા, 77 ઉપપ્રમુખ, 131 મહામંત્રી, 102 મંત્રીઓ સાથેનું જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું છે. 48 વોર્ડમાંથી 28 વોર્ડ પ્રમુખને સંગઠનમાં રિપીટ કરવામાં આવ્યા છે. શહેરમાં 48 વોર્ડનું દિવસેને દિવસે વિસ્તરણ થઈ રહ્યું છે, જેને લઇને જમ્બો માળખાની રચના કરવામાં આવી છે.