Thursday, September 17, 2026

નારણપુરામાં રેલવે ફાટક પાસે 24 કલાકમાં ટ્રેન અડફેટે બે વ્યક્તિના મોત, પરિવારોમાં શોકનું મોજું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં એક જ રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે બે વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે. જેમાં એક મૃતકની ઓળખ થઈ નથી જ્યારે બીજો મૃતક અખબારનગર વિસ્તારમાં રહેતા આધેડ હોવાનું સામે આવ્યું છે. આ મામલે વાડજ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.આ અકસ્માતમાં મોબાઈલ ફોન પર વાત કરવાની બેદરકારી જાનલેવા સાબિત થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ આદર્શનગર પોલીસ ચોકી પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે 24 કલાકમાં બે વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જેમાં ગઈકાલ રાત્રે એટલે કે, 3 માર્ચના રોજ રાત્રે એક વ્યક્તિ રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ટ્રેન અડફેટે તેનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટના અંગે સ્થાનિકોને જાણ થતા જ તેમણે તાત્કાલિક વાડજ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યારે આજે 4 માર્ચના રોજ સવારના સમયે ફરી અખબારનગર વિસ્તારમાં આવેલા સ્વાતંત્ર્ય સેનાની નગરમાં રહેતા 50 વર્ષીય આધેડ જ્યારે રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ટ્રેન અડફેટે તેમનું પણ મોત નિપજ્યું છે.

જોકે, આ અંગે જાણ કરવામાં આવતા વાડજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. બંને ઘટનામાં વાડજ પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધી તપાસ કરવામાં આવી રહી છે. જોકે, ટ્રેન પસાર થતી હતી ત્યારે અકસ્માતે મોત થયું છે કે, પછી આત્મહત્યા કરી છે. આ બંને મામલે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...