Thursday, September 17, 2026

અમદાવાદમાં વધુ એક આઇકોનિક રોડ બનાવાશે, રાહદારીઓ માટે ફૂટપાથ, ટ્રાફિક સાઈનેજીસ સહિતની સુવિધાઓ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં 7 સ્થળોએ આઈકોનિક રોડ બનાવવાની જાહેરાત બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સૌથી વ્યસ્ત ગણાતાં એવા નરોડા-નારોલ હાઇવેને 13.70 કિલોમીટર લાંબા રોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 250 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવશે.જેમાં રાહદારીઓ માટે ફૂટપાથ, અન્ડર પાસ, ટ્રાફિક સાઈનેજીસ સહિત વગેરેની સુવિધાઓ સાથે ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે મુખ્ય કેરેજ વે પણ બનાવવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ બ્યુટિફિકેશન અને રોડને ડેવલપમેન્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. એરપોર્ટ સર્કલથી લઈને ડફનાળા સુધીનો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા પાટિયાથી નારોલ સર્કલ સુધીના રોડને ડેવલોપ કરવામાં આવશે.

રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા નારોલ સર્કલથી નરોડા પાટિયા સુધીનો કુલ 13.70 કિલોમીટર લંબાઈનો માર્ગ રૂ. 250 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આ માર્ગની કુલ પહોળાઈ 60 મીટર રહેશે. જેના કારણે વાહનવ્યવહાર વધુ સુગમ અને સુરક્ષિત બનશે. મુખ્ય કેરેજ વે હાલની 10.50 મીટર પહોળાઈ મુજબ બંને બાજુ વિકસાવવામાં આવશે. ઉપરાંત, 10.50 મીટર પહોળાઈનો સર્વિસ રોડ પણ બનાવાશે, જેથી સ્થાનિક ટ્રાફિકને અલગ સુવિધા મળી રહેશે.

નાગરિકોની સુવિધા માટે માર્ગની બંને બાજુ 2 મીટર પહોળા ફૂટપાથ બનાવાશે, જેથી પદયાત્રીઓને સુરક્ષિત રીતે ચાલવાની સગવડ મળશે. સાથે સાથે નાગરિકોને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મુખ્ય કેરેજ વે અને સર્વિસ રોડ વચ્ચે 1 મીટર પહોળાઈનું નવું મીડિયન તૈયાર કરવામાં આવશે. પ્રોજેક્ટમાં મલ્ટી યુટિલિટી ઝોનમાં પ્લાન્ટેશન, સાઇનેજ સુવિધા, વૃક્ષારોપણ અને લેન્ડસ્કેપિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પેડેસ્ટ્રિયન ક્રોસિંગ પર રેફ્યુજ આઇલેન્ડ્સ બનાવાશે, જેથી રસ્તો પાર કરવો વધુ સુરક્ષિત બનશે. યુટિલિટી માટે અંડરગ્રાઉન્ડ રોડ ક્રોસિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. નારોલથી નરોડા પાટિયા સુધીનો માર્ગ શહેરના મુખ્ય કનેક્ટિવિટી કોરિડોર તરીકે ઉભરાશે અને પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે. આ પ્રોજેક્ટ પૂર્વ વિસ્તારના નાગરિકો માટે મહત્વનો બની રહેશે. એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ સુધી આઇકોનિક રોડ જેમ ડેવલપ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...