Thursday, July 23, 2026

અમદાવાદમાં શાળાઓ, કચેરીઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓના કેસમાં એકની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની વિવિધ શાળાઓ, નીચલી અદાલતો અને સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર મુખ્ય સૂત્રધાર સૌરવ બિશ્વાસની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમના સંયુક્ત ઓપરેશનમાં પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી છે. ધમકીભર્યા ઈમેલ્સના કેસમાં આ પહેલી ધરપકડ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા સંયુક્ત ઓપરેશન દરમિયાન બિશ્વાસ નામના શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મંગળવારે આરોપીને કસ્ટોડિયલ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે કથિત કાવતરાની વિગતવાર પૂછપરછ અને વધુ તપાસ માટે 5 માર્ચ સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમેઇલ્સ મોકલવામાં અન્ય વ્યક્તિઓ સામેલ હતા કે નહીં તે અંગેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત હાઈકોર્ટને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલ્સ સાથે પણ આ આરોપીનો કોઈ સંબંધ છે કે નહીં, તે અધિકારીઓ ચકાસી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 17 ડિસેમ્બર, 2025ના રોજ લગભગ 26 સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ 23મી જાન્યુઆરી, 2026ના રોજ 15 જેટલી સ્કૂલને ધમકી મળી હતી.

ફરી 16મી ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદ અને વડોદરાની લગભગ 40 જેટલી સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઈમેલ્સ મળ્યા હતા. આ પ્રકારના ઈમેલ્સ મળ્યા બાદ પોલીસ સહિતની તપાસ એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. સ્કૂલને ખાલી કરાવવી પડી હતી અને બાળકો, વાલીઓ અને સ્કૂલ સંચાલકોમાં ચિંતા પ્રસરી હતી. જોકે દરેક વખતે કોઈપણ પ્રકારની જોખમી સામગ્રી મળી ન હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...