Wednesday, April 29, 2026

મોડી રાત્રે ગુજરાત યુનિ.માં મારામારી : ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યાં તપાસના આદેશ

spot_img
Share

અમદાવાદ : મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. જયશ્રી રામના નારા સાથે ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.આજે ગુજરાત યનિવર્સિટીની હોસ્ટેલમાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મારામારીમાં વિદેશના નાગરિકો ઘાયલ થતા સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા.ગુજરાત યુનિવર્સિટીની આ ઘટનામાં રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગઈકાલે રાતે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં A બ્લોકમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ નમાઝ કરી રહ્યા હતા, તે દરમિયાન માર મારવામાં આવ્યો હોવાની વિગત મળી રહી છે. જય શ્રીરામના નારા સાથે 150 થી વધુ લોકોનું ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું. જેમાં ટોળામાંથી કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો અને હોસ્ટેલની અંદરના રૂમમાં તોડફોડ પણ કરી હતી. આ સાથે જ હોસ્ટેલમાં પાર્ક કરેલા વિદ્યાર્થીઓના વાહનોમાં પણ લોક ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.આ ઘટના ધ્યાને આવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પ્રવાસ રદ કર્યો છે અને અમદાવાદ પોલીસ કમિશ્રનર પાસે આ અંગેનો રિપોર્ટ માંગતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

આ ઘટનામાં 3 વિદ્યાર્થીને ઈજા પહોંચતા SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના સમયે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઉઝબેકિસ્તાન અને આફ્રિકાના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં હાજર હતા. આ મામલે હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી છે. DGP અને પોલીસ કમિશનરને પણ આ અંગે તપાસના આદેશ આપ્યા છે.

ચર્ચા છે કે, મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસીને વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...