અમદાવાદ : અમદાવાદમાં ઇતિહાસમાં પ્રથમ વાર એક સાથે 37 બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવનાર છે.1892 થી અત્યાર સુધીમાં નિર્માણ કરવામાં આવેલા અને જર્જરીત થયેલા બ્રિજને રિપેર કરવામાં આવનાર છે. પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું પ્રાથમિક તબક્કામાં સમારકામ હાથ ધરવામાં આવનાર છે. જેમાં રેલવે અન્ડરપાસ, રેલવે ઓવરબ્રિજ, માઈનોર બ્રિજ, ફ્લાય ઓવરબ્રિજના સમારકામ હાથ ધરવામાં આવનાર છે.
મોરબી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજોના તપાસના આદેશ સ્થાનિક તંત્રને આપ્યા હતા. જે બાદ AMC દ્વારા શહેરના ઐતિહાસિક બ્રિજોના તપાસ માટેના ટેન્ડર આપવામાં આવ્યા હતા. જે પૈકી 69 બ્રિજને હાલ મેન્ટેનન્સની એટલે કે રીપેર કરવાની જરૂર પડી છે. જે પૈકી શહેરના પૂર્વ વિસ્તારના 37 બ્રિજ અને પશ્ચિમ વિસ્તારના 32 બ્રિજ નો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં 1892 થી વર્ષ 2024 ના સમયાંતરે બીજો બનાવવામાં આવ્યા હતા. જે પૈકી શહેરમાં 10 બ્રિજ સાબરમતી નદી ઉપર 24 બ્રિજ રેલવે ઓવર બ્રિજ તરીકે 15 રેલવે અંતર પાસ 19 ફ્લાય ઓવર બે ચંદ્રભાગાના નાળા પરના બ્રિજ બે બ્રિજ ખારી નદી પરના તેમ જ છ ખારી કટ કેનાલ પરના બોક્સ કન્વર્ટ નો સમાવેશ થાય છે. જે તમામની તપાસ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી.
1892થી 2024 સુધી બનેલા 88 બ્રિજની મજબૂતાઈ ચકાસવા મ્યુનિ.એ તપાસ હાથ ધરી છે. સાબરમતી નદી પરના 10, 24 રેલવે ઓવરબ્રિજ, 15 રેલવે અંડરપાસ, 19 ફ્લાયઓવર, ચંદ્રભાગા પરના 2, ખારી નદી પરના 2, અને ખારીકટ કેનાલ પર આવેલા 6 બ્રિજની મ્યુનિ.એ નિમેલા કન્સલ્ટન્ટને તપાસ કરી હતી. પૂર્વના 37 બ્રિજમાં કર્બસ, સેન્ટ્રલવર્જ, રેલિંગ, રિટેઇનિંગ વોલ, ગર્ડર, બીમ, કોલમ અને સ્લેબ બોટલ સ્પેલિંગ, હની કોમ્બિંગ, લીચીંગ જેવી સામાન્ય ક્ષતિ જોવા મળી હતી. જેેને રિપેરિંગ કરી પોપડા દૂર કરી દુરસ્ત કરવામાં આવશે, તૂટી ગેયલી પાઇપોને રિપેર કરાશે. એન્ટિકોર્બોનેશન પેઇન્ટ કરાશે. તથા હનીકોમ્પિંગ પણ રિપેર કરી દેવામાં આવશે.
ચોમાસુ પૂર્ણ થયા બાદ આ તમામ બ્રિજ નુ રીપેરીંગ કામ કરવામાં આવશે પ્રથમ તબક્કામાં પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું ટેન્ડર આપવામાં આવ્યું છે જેમાં સેન્ટ્રલવર્જ બીમ કોલમ સ્લેબ બોટલ રેલિંગ સહિતની કામગીરી આગામી સમયમાં કરવામાં આવશે. પ્રથમ તબક્કે પૂર્વના બ્રિજનું રિપેરીગ કરશે બાદમાં પશ્ચિમના બ્રિજનું ટેન્ડર બહાર પાડવામાં આવશે, પૂર્ણ બ્રિજ માટે ૨ કરોડથી વધુની રકમ હાલ AMC દ્વારા મંજૂર કરવામાં આવી છે.