Wednesday, January 21, 2026

અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત પૂર્વના 37 બ્રિજ અને પશ્ચિમ 32 બ્રિજ સમારકામ કરાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ઇતિહાસમાં પ્રથમ વાર એક સાથે 37 બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવનાર છે.1892 થી અત્યાર સુધીમાં નિર્માણ કરવામાં આવેલા અને જર્જરીત થયેલા બ્રિજને રિપેર કરવામાં આવનાર છે. પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું પ્રાથમિક તબક્કામાં સમારકામ હાથ ધરવામાં આવનાર છે. જેમાં રેલવે અન્ડરપાસ, રેલવે ઓવરબ્રિજ, માઈનોર બ્રિજ, ફ્લાય ઓવરબ્રિજના સમારકામ હાથ ધરવામાં આવનાર છે.

મોરબી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ બ્રિજોના તપાસના આદેશ સ્થાનિક તંત્રને આપ્યા હતા. જે બાદ AMC દ્વારા શહેરના ઐતિહાસિક બ્રિજોના તપાસ માટેના ટેન્ડર આપવામાં આવ્યા હતા. જે પૈકી 69 બ્રિજને હાલ મેન્ટેનન્સની એટલે કે રીપેર કરવાની જરૂર પડી છે. જે પૈકી શહેરના પૂર્વ વિસ્તારના 37 બ્રિજ અને પશ્ચિમ વિસ્તારના 32 બ્રિજ નો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં 1892 થી વર્ષ 2024 ના સમયાંતરે બીજો બનાવવામાં આવ્યા હતા. જે પૈકી શહેરમાં 10 બ્રિજ સાબરમતી નદી ઉપર 24 બ્રિજ રેલવે ઓવર બ્રિજ તરીકે 15 રેલવે અંતર પાસ 19 ફ્લાય ઓવર બે ચંદ્રભાગાના નાળા પરના બ્રિજ બે બ્રિજ ખારી નદી પરના તેમ જ છ ખારી કટ કેનાલ પરના બોક્સ કન્વર્ટ નો સમાવેશ થાય છે. જે તમામની તપાસ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી.

1892થી 2024 સુધી બનેલા 88 બ્રિજની મજબૂતાઈ ચકાસવા મ્યુનિ.એ તપાસ હાથ ધરી છે. સાબરમતી નદી પરના 10, 24 રેલવે ઓવરબ્રિજ, 15 રેલવે અંડરપાસ, 19 ફ્લાયઓવર, ચંદ્રભાગા પરના 2, ખારી નદી પરના 2, અને ખારીકટ કેનાલ પર આવેલા 6 બ્રિજની મ્યુનિ.એ નિમેલા કન્સલ્ટન્ટને તપાસ કરી હતી. પૂર્વના 37 બ્રિજમાં કર્બસ, સેન્ટ્રલવર્જ, રેલિંગ, રિટેઇનિંગ વોલ, ગર્ડર, બીમ, કોલમ અને સ્લેબ બોટલ સ્પેલિંગ, હની કોમ્બિંગ, લીચીંગ જેવી સામાન્ય ક્ષતિ જોવા મળી હતી. જેેને રિપેરિંગ કરી પોપડા દૂર કરી દુરસ્ત કરવામાં આ‌વશે, તૂટી ગેયલી પાઇપોને રિપેર કરાશે. એન્ટિકોર્બોનેશન પેઇન્ટ કરાશે. તથા હનીકોમ્પિંગ પણ રિપેર કરી દેવામાં આવશે.

ચોમાસુ પૂર્ણ થયા બાદ આ તમામ બ્રિજ નુ રીપેરીંગ કામ કરવામાં આવશે પ્રથમ તબક્કામાં પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું ટેન્ડર આપવામાં આવ્યું છે જેમાં સેન્ટ્રલવર્જ બીમ કોલમ સ્લેબ બોટલ રેલિંગ સહિતની કામગીરી આગામી સમયમાં કરવામાં આવશે. પ્રથમ તબક્કે પૂર્વના બ્રિજનું રિપેરીગ કરશે બાદમાં પશ્ચિમના બ્રિજનું ટેન્ડર બહાર પાડવામાં આવશે, પૂર્ણ બ્રિજ માટે ૨ કરોડથી વધુની રકમ હાલ AMC દ્વારા મંજૂર કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...