Monday, June 8, 2026

અમદાવાદ પોલીસે ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ના કલાકારોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, શેર કર્યો After અને Beforeનો વીડિયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમો દરેક માટે એકસમાન છે, તેનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જેનો અમદાવાદ ટ્રાફિક પોલીસે આ વાતનો દાખલો બેસાડ્યો છે. તાજેતરમાં ગુજરાતી ફિલ્મના કલાકારો પણ અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા કરતા જોવા મળ્યા હતા. જેને લઈને પોલીસ જાતે ફરિયાદી બની હતી. જેની કાર્યવાહીના ભાગરૂપે ફિલ્મી કલાકારોએ પોતાની ભૂલ કબૂલતા માફી પણ માંગી છે.

જોખમી સ્ટંટ કરવા બદલ અત્યારસુધી ઘણા લોકો પાસે ગુજરાત પોલીસે માફી મંગાવીને After અને Beforeનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતી રહી છે. ત્યારે આ ફિલ્મી કલાકારો પાસે પોલીસ માફી મંગાવશે કે કેમ એવા સવાલો સોશિયલ મીડિયા પર અનેક લોકોએ ઉઠાવ્યા હતા. ત્યારે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસે ‘મિસરી’ફિલ્મના કલાકારોનો After અને Beforeનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસે શેર કરેલા વીડિયોમાં અભિનેતા ટિકુ તલસાણિયા, પ્રેમ ગઢવી અને જેસલ જાડેજા નજરે પડે છે. જેમાં ટિકુ તલસાણિયાએ પોતાની ભૂલ કબૂલતા કહ્યું હતું કે, “અમારા લીધે રસ્તામાં લોકોને અડચણો થઈ, ટાઈમસર ન પહોંચી શક્યા અને જે કંઈ પણ થયું એ બદલ એમે દિલગીર છીએ.” સાથોસાથ જેસલ જાડેજાએ પણ કહ્યું હતું કે, “આવા સ્ટંટ ન કરવા જોઈએ. નોર્મલ રીતે રાઈડ કરવું. પોતાની અને બીજાની જિંદગી સલામત રાખવી.”

ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ના પ્રમોશન દરમિયાન કેટલાક કલાકારો દ્વારા બાઈક પર જીવના જોખમે સ્ટંટબાજી કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં અભિનેતા ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી અને અભિનેત્રી માનસી પારેખ સહિત અન્ય કલાકારો સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. જેને લઈને અમદાવાદની એ-ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

વાયરલ વીડિયોને લઈને પોલીસે જણાવ્યું હતું કે, સ્ટંટ માટે કોઈ પ્રકારની પરવાનગી લેવામાં આવી નહોતી. જાહેર રસ્તા પર આવા સ્ટંટ અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકે છે અને તે કાયદેસર ગુનો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...