Sunday, January 18, 2026

બોપલમાંથી હાઈપ્રોફાઈલ સ્પામાં કૂટણખાનું ઝડપાયુ, મેનેજર સહિત 7 યુવતીની ધરપકડ, સંચાલક ફરાર

spot_img
Share

અમદાવાદઃ અમદાવાદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરાવમાં આવ્યો છે. બોપલ રીંગ રોડ પર આવેલા વન વર્લ્ડ વેસ્ટ બિલ્ડિંગમાં આવેલા ‘મનાના સ્પા’ સેન્ટર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ સ્પામાં બોડી મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારના કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સાથે આરોપીઓને પણ દબોચી લેવામાં આવ્યાં છે

સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અનુસાર, પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. બે પંચો અને મહિલા એનજીઓના સભ્યોની હાજરીમાં ડમી ગ્રાહક તૈયાર કરીને 2000 રૂપિયા લઈને સ્પામાં મોકલવામાં આવ્યો હતો. વેજલપુરના રહેવાસી મયુર પુરબિયા (ઉં.વ.24) તરીકે ઓળખાતા આરોપીની ઘટનાસ્થળે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સ્પા માલિક સોનિયા કૌર હાલ ફરાર છે.પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ બહારના રાજ્યોમાંથી મહિલાઓને લાવીને સ્પામાં જાતીય પ્રવૃત્તિ કરાવતા હતા. જ્યારે સ્પા ચલાવવા માટે સંસ્થા પાસે માન્ય દસ્તાવેજો નહોતા. બાતમીના આધારે પોલીસે બનાવટી ગ્રાહકે સ્પાની મુલાકાત લીધી હતી અને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

જાણવા મળ્યું હતું કે, સ્પા માલિક દ્વારા સ્પામાં હરિયાણા, સુરેન્દ્રનગર, મધ્યપ્રદેશ, પંજાબ, પાટણ અને બે સ્થાનિક મહિલાઓને બોલાવામાં આવતી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ હેઠળ કેસ નોંધી ફરાર આરોપી મહિલાને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...