Thursday, March 12, 2026

ગ્રાહકોને મળતું દૂધ 7 દિવસ જૂનું હોય છે! વિડીયો બનાવી ડોક્ટર ભરાયા, Amul એ કરી ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : એશિયાની સૌથી મોટી અને જાણીતી દૂધની ડેરી ‘અમૂલ’ સામે સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવતા મામલો ગરમાયો છે. રાજકોટના એક ડોક્ટરે યુ-ટ્યુબ વીડિયો દ્વારા અમૂલ દૂધમાં 22 પ્રકારના કેમિકલ અને પ્રતિબંધિત જંતુનાશક દવાઓ ભેળવવામાં આવતી હોવાનો દાવો કર્યો છે.આ વીડિયો વાયરલ થતાં જ અમૂલ દ્વારા ડોક્ટર સામે ફરિયાદ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગરના ભાટ સ્થિત અમૂલ સંલગ્ન ડેરીના મેનેજરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજકોટનાં ડો. હિતેશ જાનીએ પોતાની યુ ટ્યુબ ચેનલ મારફતે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો રાજકોટના ડો. હિતેશ જાની દ્વારા તેમની ચેનલ પર ‘તમારા ઘરે કેવું દૂધ આવે છે?’ ટાઇટલ સાથે અપલોડ કરાયો હતો. વીડિયોમાં ડો. જાનીએ અમૂલ દૂધને નિશાન બનાવી ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમ કે દૂધમાં 22 પ્રકારના અલગ-અલગ કેમિકલ ઉમેરવામાં આવે છે અને ડીડીટી (DDT) જેવા પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે.એટલું જ નહી ગ્રાહકોને મળતું દૂધ સાત દિવસ જૂનું હોય છે. 500 મિલીના પાઉચમાં 480 થી 490 મિલી દૂધ ભરીને નફાખોરી અને છેતરપિંડી કરવામાં આવે છે.

વીડિયોમાં એમ પણ કહેવાયું કે ISI-FSSAI સ્ટેમ્પ હોવા છતાં ઉત્પાદનો અસુરક્ષિત છે અને અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી.આ સાથે જ રાજકોટના ડૉક્ટરે અમૂલ પર ગ્રાહકો સાથે છેતરપિંડી કરીને નફાખોરી કરવાનો અને ISI/FSSAI સ્ટેમ્પ ધરાવતા ઉત્પાદનો પણ અસુરક્ષિત હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. વીડિયોમાં તેમણે આ સિસ્ટમ વિદેશી નિયંત્રણ હેઠળ હોવાનો દાવો કરીને જનતાને વીડિયો વાયરલ કરવાની અપીલ કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ અમૂલ સંલગ્ન ડેરીના મેનેજરના ધ્યાને આવ્યો હતો.

અમૂલ ફેડ ડેરીના અધિકારી આકાશ પુરોહિતે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે ડૉક્ટર જેવા જવાબદાર હોદ્દા પર રહેલા વ્યક્તિ દ્વારા આવી ભ્રમિત વાતો ફેલાવવાથી જાહેર જનતામાં ભય અને અવિશ્વાસ પેદા થાય છે. ડૉ. જાની સારી રીતે જાણતા હોવા છતાં, તેમણે સહકારી સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે અને ભારતીય સહકારી આંદોલન વિરુદ્ધ શંકા પેદા થાય તેવા ઇરાદાથી વીડિયો વાયરલ કર્યો છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આ કૃત્ય અમૂલ બ્રાન્ડને નુકસાન પહોંચાડવાના બદનામ કરવાના ઇરાદાથી કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...