Thursday, September 17, 2026

વાડજ પોલીસે બોલાવ્યો સપાટો, પગાર વસૂલી મામલે સુપરવાઈઝરનું ફિલ્મી ઢબે અપહરણ, 2 સગીર સહિત 7 ઝડપાયા

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના વાડજ વિસ્તારમાં પગારનો વિવાદ અપહરણ અને અત્યાચારમાં ફેરવાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં હાઉસ કીપિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ પગાર બાકી રહેતા પોતાના જ ફિલ્ડ સુપરવાઈઝરનું ફિલ્મી અંદાજમાં અપહરણ કર્યું હતું. આરોપીઓએ સુપરવાઈઝરને ગાડીમાં બેસાડી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ બેરહેમીથી માર માર્યો હતો.જોકે મામલો પોલીસ સ્ટેશને પહોંચાતા હાલ વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધી બે સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના નવરંગપુરામાં આવેલી હાઉસ કીપિંગ કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે રાજ બારોટ કામ કરતો હતો.જ્યાં પિન્ટુ મકવાણા, હર્ષ અને નયન સહિતના લોકો તેની સાથે કામ કરે છે એટલે કે આ તમામ લોકોને પગાર આપવાનું કામ ફિલ્ડ ઓફિસર રાજ બારોટની જવાબદારીમાં આવે છે. જોકે છેલ્લા બે મહિનાનો પગાર ન મળ્યો હોવાના આરોપો લગાવી પિન્ટુ મકવાણા, હર્ષ અને નયન સહિત 7 કર્મચારીઓએ તેનું અપહરણની ઘટનાને અંજામ આપ્યો છે.

ઘટનાને દિવસે તારીખ 24 માર્ચ 2026 અને સાંજનો સમયે ભોગ બનનાર રાજ બારોટ ઓફિસેથી છૂટીને ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન ભીમજીપુરા ચાર રસ્તા પાસે આવેલ સંજીવની હોસ્પિટલ પાસે બોલાવીને પિન્ટુ મકવાણા, હર્ષ અને નયન સહિતના સાત શખ્સોએ ભેગા મળીને એક સફેદ ક્રેટા કારમાં તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ તેને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પાસેની અવાવરું જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં આ શખ્સોએ તેને ગંભીર રીતે માર મારી તેનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો અને તેની પાસે માફી મંગાવી આખી ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.

બાદમાં આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા વાડજ પોલીસે વિવિધ ટીમો બનાવી પિન્ટુ મકવાણા, હર્ષ અને નયન સહિતના સાત શખ્સોને પકડવા તમામ દિશામાં ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે પોલીસે હાલ તમામ 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછમાં તેઓનો પગાર બાકી હોવાને કારણે આ કૃત્યને અંજામ આપ્યું હોવાની કબૂલાત કરી છે. વાડજ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

પોલીસ પકડમાં આવેલા આ આરોપીઓનો દાવો હતો કે, છેલ્લા બે મહિનાથી તેમનો પગાર બાકી હતો. વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવતા તેઓએ આ ખૌફનાક પ્લાન ઘડ્યો હતો. તેઓની ભોગ બનનાર રાજ બારોટ સાથે પહેલા ફોન પર ગાળાગાળી થઈ હતી અને બાદમાં તેઓએ સાથે મળીને કારમાં અપહરણ કરી આખી ઘટનાને અંજામ આપ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...