Thursday, September 17, 2026

નરોડામાં ઘરમાં ઘૂસી પરણિત યુવતી પર એસિડ એટેક, હુમલાખોરને પકડી પાડવા પોલીસની તજવીજ

spot_img
Share

અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને ખળભળાટ મચાવનારી ઘટના સામે આવી છે. એક અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસીને માસૂમ યુવતી પર એસિડ એટેક કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ હિંસક હુમલાને પગલે સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સરદારનગર પોલીસે યુવતીના નિવેદન નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નરોડામાં પરણિત યુવતી પર એસિડ અટેકની ઘટના સામે આવી છે. નીલકમલ સોસાયટી પાસે 27 વર્ષીય યુવતી તેના પિયરમાં રહેવા આવી હતી, ત્યાયુવતી જ્યારે પોતાના ઘરે હતી ત્યારે અચાનક એક અજાણ્યો શખ્સ અંદર ધસી આવ્યો હતો. કંઈ પણ સમજાય તે પહેલાં આ શખ્સે યુવતી પર એસિડ ફેંકી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દીધી હતી. હુમલો કર્યા બાદ આરોપી તરત જ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. યુવતીની ચીસાચીસ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ઘટનાની જાણ થતા જ સરદારનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. એફએસએલ (FSL) અને ડોગ સ્ક્વોડની મદદથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ હુમલા પાછળ અંગત અદાવત છે કે એકતરફી પ્રેમ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે જેથી આરોપીને વહેલી તકે દબોચી શકાય. ભીડભાડવાળા વિસ્તારમાં ઘરમાં ઘૂસીને થયેલા આ હુમલાએ મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...