Saturday, March 28, 2026

અમદાવાદમાં માતાની બેદરકારીથી અઢી મહિનાની બાળકીનું મોત, માતાની કરાઈ ધરપકડ ! જાણો શું છે સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માવતરને લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ પણ માતાએ તેને બચાવી નહી અને પોતાની ભૂલ ઢાંકવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારૂ મુકી દીધુ હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સિધ્ધેશ્વરી નગર બાગે ફિરદોસ પોલીસ લાઈનની સામે રહેતા દિપક મકવાણાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પત્ની મોનીકા મકવાણા વિરૂદ્ધ બદઈરાદે હત્યાની ફરિયાદ કરી છે. ઘટનાના દિવસે દિપક ગેસ સિલિન્ડર લેવા માટે લાઈનમાં ઉભા હતા, ત્યારે પડોશી દ્વારા તેમને તાત્કાલિક ઘરે આવવા માટે ફોન કરવામાં આવ્યો હતો. ઘરે પહોંચતા જ દિપકે જોયું કે આસપાસ લોકો ભેગા થયા હતા અને તેમની બાળકીની સ્થિતિ ગંભીર હતી. પડોશીઓએ જણાવ્યું કે બાળકી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી.

દંપતિએ બાળકી ને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ મામલે પોલીસે બાળકીની માતાની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઘટનાના બાદ માતાએ પોતાની ભૂલ છુપાવવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરી તેના ઉપર તગારું મૂકી દીધું હતું. મોત શંકાસ્પદ લાગતા પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...