Saturday, March 28, 2026

નરોડામાં પત્ની પર કેમિકલ એટેક કરનાર પતિ જ નીકળ્યો, ‘મર્દાનગી’ પર સવાલ ઉઠાવતા ભણાવ્યો પાઠ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નરોડામાં નોકરી પરથી પરત ફરી રહેલી યુવતી પર થયેલા રહસ્યમય કેમિકલ એટેકનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. શરૂઆતમાં પિતા પર શંકા વ્યક્ત કરનાર યુવતી પર હુમલો કરનાર બીજું કોઈ નહીં પણ તેનો પોતાનો જ પતિ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચે હાલ પીડિતાના પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, 27મી માર્ચના રોજ નરોડાના ગેલેક્સી વિસ્તારમાં 28 વર્ષીય યુવતી પોતાની નોકરી પૂરી કરી માર્ગ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન હેલ્મેટ પહેરીને આવેલા એક અજ્ઞાત બાઈક સવારે તેના પર જ્વલનશીલ કેમિકલ ફેંક્યું હતું. આ હુમલામાં યુવતીને આંખ અને હોઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. શહેરમાં કેમિકલ એટેકની ઘટના બનતા જ સરદારનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો એક્શનમાં આવી હતી.

ભોગ બનનાર યુવતીએ પોલીસ ફરિયાદમાં અગાઉના મનદુઃખને કારણે પોતાના પિતા પર શંકા વ્યક્ત કરી હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચને તપાસ દરમિયાન અને સીસીટીવી ફૂટેજમાં પિતાની કોઈ સંડોવણી જણાઈ નહોતી. યુવતીએ તેના પ્રેમ લગ્ન અને પતિ સાથે ચાલતા ઝઘડાનો પણ ઉલ્લેખ કર્યો હોવાથી પોલીસે તેના પતિની આકરી પૂછપરછ કરી હતી. આખરે દબાણ હેઠળ પતિએ કબૂલાત કરી કે પત્નીને પાઠ ભણાવવા માટે તેણે જ આ હુમલો કર્યો હતો.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તેણે વર્ષ 2023માં યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ પત્ની વારંવાર તેની મર્દાનગી પર સવાલો ઉઠાવતી હતી અને તેના માતા-પિતા સાથે પણ ઝઘડો કરતી હતી. આ મનમેળ ન હોવાને કારણે પત્ની છેલ્લા 6 મહિનાથી પિયરમાં રહેતી હતી. પોતાની મર્દાનગીનું અપમાન સહન ન થતા આરોપીએ પત્નીનો ચહેરો બગાડવા માટે નરોડા GIDCમાં કામ કરવાના અનુભવને આધારે કેમિકલ લાવી હુમલો કર્યો હતો.

આરોપી પતિ કેટલો ક્રૂર હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હુમલો કર્યા બાદ તે પોતે હોસ્પિટલ પણ ગયો હતો. તે જોવા માંગતો હતો કે તેના હુમલાથી પત્નીને કેટલી ગંભીર ઈજાઓ પહોંચી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં આરોપી પર પણ કેમિકલ એટેક થયો હોવાની એક અરજી થઈ હતી. હાલમાં પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ખતરનાક કેમિકલ તે ક્યાંથી લાવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...