Thursday, September 17, 2026

‘બચ્ચો કા પાસ્તા’માં પ્રતિબંધિત ડાઈ મળતા એકમ સીલ કરાયું, 1500 કિલો નમકીનનો જથ્થો જપ્ત

spot_img
Share

અમદાવાદ: નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર ખાદ્ય વ્યવસાયીઓ સામે AMCના ફૂડ વિભાગે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાપુનગર વિસ્તારમાંથી લેવામાં આવેલા “બચ્ચો કા પાસ્તા” સ્નેક્સના નમૂનામાં પ્રતિબંધિત Oil Soluble Dye મળી આવતાં તપાસનો દોર અમરાઈવાડી સુધી પહોંચ્યો હતો.

રિપોર્ટ મુજબ, AMCના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગે અમરાઈવાડી સ્થિત નાગરવેલ હનુમાન પાસે આવેલ અમન સેલ્સ એજન્સી ખાતે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વિવિધ પ્રકારના સ્નેક્સનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ સ્નેક્સ પણ સબસ્ટાન્ડર્ડ અથવા અસુરક્ષિત હોવાની આશંકા વ્યક્ત થતાં વેચાણ માટે રાખવામાં આવેલા અંદાજે 75 હજાર સ્નેક્સ પેકેટ (લગભગ 1,500 કિલોગ્રામ)નું વેચાણ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે. જથ્થાની અંદાજિત કિંમત રૂ. 3.75 લાખ હોવાનું જણાવાયું છે.

AMCની ટીમે કાર્યવાહી દરમિયાન સંબંધિત એકમને પણ સીલ કરી દીધું છે. ઉપરાંત તપાસ માટે કુલ 7 ખાદ્ય નમૂનાઓ જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. જેમાં કેચ-અપ કચોરી, સોયા ચિપ્સ, બચ્ચો કા પાસ્તા, બિલુ પોપ કોર્ન, પાસ્તા કા નાસ્તા, મસ્તી કી પાઠશાલા નમકીન અને ગ્રીન એપલ ફ્લેવરની સુગર બોઇલ્ડ કન્ફેક્શનરીનો સમાવેશ થાય છે.

તપાસમાં સામે આવ્યું છે કે આ ઉત્પાદનોનું ઉત્પાદન ધારીવાલા ફૂડ્સ, સુજાનપુર હાઈવે, સિદ્ધપુર (પાટણ) ખાતે કરવામાં આવે છે. તેથી ઉત્પાદન એકમ સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...