Sunday, August 2, 2026

અમદાવાદમાં AMC ફૂડ વિભાગનો મોટો સપાટો, જુલાઈમાં ફૂડના 783 સેમ્પલ લેવાયા, 21 સેમ્પલ ફેલ

spot_img
Share

અમદાવાદ : AMCના આરોગ્ય અને ડેઝિગ્નેટેડ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે લાલ આંખ કરાઈ છે. જુલાઈ માસ દરમિયાન ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થોના 21 નમૂના લેબોરેટરી ટેસ્ટમાં ફેલ સાબિત થયા છે.

આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર, ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી હોટેલો, રેસ્ટોરન્ટો, ડેરીઓ અને ખાદ્યપદાર્થ બનાવતા એકમોમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા. ફેલ થયેલા નમૂનાઓમાં દૈનિક વપરાશમાં લેવાતા ઘી, બટર, ગાર્લિક પેસ્ટ, વિવિધ ચટણીઓ અને પફનો સમાવેશ થાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે અગાઉ જેના નમૂના ફેલ થયા બાદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો તે ‘બચ્ચો કા પાસ્તા’નો સેમ્પલ વધુ એક વાર ફેલ જાહેર થયો છે. બાળકોના ખોરાક સાથે થઈ રહેલા આવા ચેડાં સામે તંત્ર દ્વારા કાયદેસરની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

AMC આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સમગ્ર જુલાઈ માસ દરમિયાન શહેરના ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય ઝોનમાંથી કુલ 783 ખાદ્ય સેમ્પલ લેવામાં આવ્યા હતા. લેબોરેટરી પરીક્ષણમાં 21 નમૂના ગુણવત્તાના ધોરણો પર ખરા ન ઊતરતાં ઉત્પાદકો અને વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...