Wednesday, August 5, 2026

ન્યૂ રાણીપ અંડરપાસ પાસેથી MD ડ્રગ્સ સાથે બે યુવકો ઝડપાયા, ફરાર સપ્લાયર સામે ગુનો નોંધાયો

spot_img
Share

અમદાવાદ : શહેરમાં યુવાધનને નશાના કાળા કારોબારથી બચાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક પેટ્રોલિંગ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સાબરમતી ન્યૂ રાણીપ અંડરપાસ નજીકના જાહેર રોડ પર બે શંકાસ્પદ યુવકો કેફી પદાર્થ (એમ.ડી. ડ્રગ્સ) નો જથ્થો લઈને પસાર થવાના છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે મંગળવારે વહેલી સવારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે પોલીસે ન્યૂ રાણીપ અંડરપાસ પાસે પૂર્વઆયોજિત વોચ ગોઠવી હતી. બે વ્યક્તિઓ ન્યૂ રાણીપ અંડરબ્રિજથી વંદે માતરમ તરફ જતા રસ્તા પાસે ગેરકાયદેસર નશીલા પદાર્થો સાથે એક્ટિવા સ્કૂટર પર રાહ જોઈ રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે જાહેર રસ્તા પાસે આવેલા એક વીજળીના થાંભલા નજીક આ બંને શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવવામાં આવ્યા હતા.

શંકાસ્પદ હાલતમાં એક્ટીવા સ્કૂટર પર આવી પહોંચેલા બે યુવકોને રોકીને તલાશી લેતાં તેમની પાસેથી નશીલો પદાર્થ મળી આવ્યો હતો.પોલીસે ઘટનાસ્થળેથી અભી પટેલ અને સાહીલ પટેલ નામના બંને યુવકોને અટકાયતમાં લીધા હતા. તેમની પાસે રહેલા 1 ગ્રામ 400 મિલીગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગ્સને જપ્ત કરવામાં આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય/સ્થાનિક બજાર કિંમત અંદાજે રૂ. 4,200 થાય છે. આ ઉપરાંત ડ્રગ્સના હેરાફેરીમાં વપરાયેલા બે મોંઘા મોબાઈલ ફોન અને એક એક્ટીવા સ્કૂટર મળી કુલ રૂ. 1,04,200 નો મુદ્દામાલ કબજે લેવાયો છે.

આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ નશીલો પદાર્થ આકાશ ઠાકોર નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું ખૂલતાં પોલીસે આકાશ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે તમામ આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને શહેરના અન્ય કયા યુવાનો સુધી પહોંચાડવાનું હતું તે દિશામાં ડ્રગ્સ નેટવર્કના તાર શોધવા તપાસ તેજ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...