Tuesday, August 18, 2026

અમદાવાદમાં દારૂની હેરાફેરીના નામે તોડબાજી, 6 હજારની લાંચ લેતા LRD જવાનને ACBએ ઝડપી લીધો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર પોલીસ વિભાગને શરમાવવી પડે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં આવતા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના એક લોકરક્ષક જવાન (LRD)ને 6 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપી લીધો છે.દારૂની હેરાફેરીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને આ જવાન તોડબાજી કરી રહ્યો હોવાની હકીકત સામે આવી છે.

રિપોર્ટ મુજબ, ઘટનાની વિગત એવી છે કે, મિતુરાજસિંહે ફરિયાદીને રોકીને તમે ‘દેશી દારૂની હેરાફેરી’ કરો છો, તેવો આક્ષેપ કર્યો હતો. આ અંગે કેસ ન કરવા અને કોઈ હેરાનગતિ ન કરવાના બદલામાં તેણે લાંચની માંગણી કરી હતી. જવાન મિતુરાજસિંહે પોતાના માટે અને અન્ય બે પોલીસકર્મીઓના ભાગ પેટે કુલ 12 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

આ તોડબાજીથી કંટાળીને ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. ACB એ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું. અગાઉ નક્કી થયા મુજબ, મિતુરાજસિંહ જ્યારે લાંચની રકમના બાકીના છ હજાર રૂપિયા લેવા માટે દસક્રોઈ તાલુકાના બડોદરા ગામ ચાર રસ્તા પાસે આવ્યો, ત્યારે અગાઉથી જ વોચમાં ઉભેલી ACBની ટીમે તેને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો.

ACB એ LRD જવાન મિતુરાજસિંહ ચુડાસમાની અટકાયત રી લાંચની રકમ રિકવર કરી છે અને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં મિતુરાજસિંહે અન્ય બે પોલીસકર્મીઓના નામે પણ પૈસા માંગ્યા હોવાથી, ACB હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે ખરેખર અન્ય કયા પોલીસકર્મીઓ આ તોડબાજીના ખેલમાં સામેલ હતા. આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...