Friday, September 11, 2026

અમદાવાદમાં PGમાં રહેતી યુવતી પર સિક્યોરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ!, આરોપી પકડાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાંથી એક અત્યંત ચકચારી અને શરમજનક ગુનો સામે આવ્યો છે. અહીં આવેલા એક પેઇંગ ગેસ્ટમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર પીજીના જ સિક્યોરિટી ગાર્ડ દ્વારા ગળે વાયરનો ટૂંપો દઈને દુષ્કર્મ (Rape) આચરવામાં આવ્યું છે. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે.અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં સિક્યુરિટી ગાર્ડે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આનંદનગર વિસ્તારમાં આવેલી એક પીજીમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે પહેલા યુવતીના ગળે વાયર બાંધ્યો અને પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે જાણ થતા પોલીસે કાર્યવાહી કરતા આરોપી ધર્મસિંહ રામશંકરસિંહની ધરપકડ કરીને લીધી છે.

ઘટનાની વાત કરવામાં આવે તો પીજીમાં રહેતી એક યુવતી ધાબા પર ચાલી રહી હતી. આ દરમિયાન સોસાયટીનો સિકયુરિટી ગાર્ડ પાછળથી આવ્યો અને યુવતીના ગળે વાયર બાંધી દીધો હતો. ત્યારે એક કલાક સુધી આ નારાધમીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે જ્યારે જાણ થઈ ત્યારે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસ શરૂ હતી. આજે વહેલી સવારે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

પહેલા આ નરાધમી સિકયુરિટી ગાર્ડે યુવતી સાથે વાત કરીને શારીરિક સંબંધ માટે માંગણી કરી હતી. આ દરમિયાન યુવતીઓ ચોખ્ખી ના પાડી દીધી હતી અને તેને સમજાવ્યો પણ હતો. પરંતુ આરોપી પર હવસ સવાર થઈ ગઈ હતી. જેથી તેણે યુવતી સાથે પરાણે દુષ્કર્મ આચર્યું હતું.

મૂળ વાત એ છે કે, આરોપી ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો રહેવાસી છે , તે માત્ર 7 દિવસ પહેલા જ અમદાવાદ આવ્યો હતો અને અહીં નોકરી પણ લાગ્યો હતો. નોકરી લાગ્યાના સાત દિવસમાં જ તેણે આ દુષ્કર્મ આચર્યું હતું. યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ આરોપી ફરારા થઈ ગયો હતો. જો કે, પોલીસે સત્વરે કાર્યવાહી કરતા તેને ઝડપી પાડ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...