Friday, September 11, 2026

આનંદનગરમાં દુષ્કર્મના આરોપીને ગોળી મારી : પોલીસ પર હુમલો કરીને ભાગવા જતા સ્વબચાવમાં પગ પર ગોળી મારી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના આનંદનગર વિસ્તારમાં યુવતી પર દુષ્કર્મ ગુજારવા મામલે પકડાયેલ આરોપી સિક્યોરિટી ગાર્ડે ધર્મસિંહે પંચનામા દરમિયાન ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પંચનામાની કામગીરી દરમિયાન આરોપીએ અચાનક પોલીસ કાફલા પર હુમલો કરી ભાગવા ગયો હતો. પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી હતી.આ ઘટનામાં વિરેન્દ્રસિંહ નામનો પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટ મુજબ, સમગ્ર કેસ મામલે તપાસના ભાગરૂપે રવિવારે પોલીસ ટીમ આરોપીને ઘટનાસ્થળે તથા પુરાવા એકત્ર કરવા માટે હેબતપુર વિસ્તારમાં સ્પોટ પંચનામા અર્થે લઈ ગઈ હતી. પંચનામાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન આરોપી ધર્મસિંહે અચાનક જ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો અને સ્થળ પરથી ફરાર થવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં એક પોલીસ કર્મચારીને પણ શારીરિક ઈજાઓ પહોંચી હતી.

આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરી ભાગવાની કોશિશ કરતા અને પોલીસ કર્મચારીઓની સુરક્ષા જોખમમાં મુકાતાં, સ્થળ પર હજાર ઉચ્ચ અધિકારી/પીઆઈએ સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વર/પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના પગના ભાગે વાગતાં જ તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો.ઘટના બાદ ઈજાગ્રસ્ત પોલીસકર્મી અને ઘાયલ આરોપી બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્ત આરોપી ધર્મસિંહ તેમજ ઘાયલ થયેલા પોલીસકર્મીને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સરકારી કર્મચારી પર હુમલો કરવા અને કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરવા બદલ આરોપી સામે વધુ એક ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે શહેરના આનંદનગર વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીનો છે. પોલીસ તપાસ મુજબ, સોસાયટીમાં ભાડાના ફ્લેટમાં રહેતી અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતી વોકિંગ માટે ધાબા પર ગઈ ત્યારે સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો ધર્મસિંહ ત્યાં પહોંચ્યો હતો. આરોપ છે કે આરોપીએ તેનું મોઢું દબાવી ગળામાં વાયર બાંધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...