Friday, September 11, 2026

અમદાવાદમાં 12 ઓગસ્ટે યોજાશે ભવ્ય તિરંગા યાત્રા : DyCM હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત, નગરજનોને મોટી સંખ્યામાં જોડાવા મેયરની અપીલ

spot_img
Share

અમદાવાદ : દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી 12 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનારી આ તિરંગા યાત્રામાં અમદાવાદ શહેરના નગરજનોને મોટી સંખ્યામાં જોડાઈ રાષ્ટ્રભાવનાના આ પર્વને ભવ્ય બનાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

તિરંગા યાત્રાને સંદર્ભે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટે શહેરના નગરજનોને અપીલ કરતાં જણાવ્યું છે કે, અમદાવાદમાં યોજાનારી ભવ્ય તિરંગા યાત્રામાં સૌ નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી બની રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે. આ યાત્રાને સફળ બનાવવા નગરજનોનો સાથ અને સહકાર મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરતાં તેમણે સૌને ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં જોડાઈ દેશભક્તિની ભાવનાને પ્રબળ બનાવવા વિનંતી કરી છે.

તિરંગા યાત્રાનો પ્રારંભ સાંજે 5:00 વાગ્યે બિગ બજાર, રાયપુર દરવાજા પાસેથી કરવામાં આવશે. ત્યારબાદ યાત્રા રાયપુર દરવાજા તરફથી આગળ વધી ખાડિયા દરવાજા વિસ્તારમાં આવેલી અંબિકા ફટાકડાની દુકાન પાસેથી પસાર થઈ, ખાડિયા દરવાજા થઈને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચશે. આ સમગ્ર રૂટ દરમિયાન દેશભક્તિના માહોલ સાથે મોટી સંખ્યામાં નગરજનો યાત્રામાં જોડાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...