Wednesday, August 12, 2026

અમદાવાદમાં AMCના ફૂડ વિભાગ દ્વારા મેગા ચેકિંગ, મોટાપાયે સીલીંગ ઝુંબેશ ચલાવવામાં આવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ધંધાકીય એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીર અને બટરનો ઉપયોગ, હળદરમાં વધુ પ્રમાણમાં સ્ટાર્ચ, વધુ પડતા પડેલા બળેલા તેલનો ઉપયોગ સહિત ગંદકી બદલ 6 એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નવરંગપુરાના સી.જી. રોડ/એચ.એલ. કોલેજ રોડ પર આવેલા અતિ લોકપ્રિય ‘HL ફ્રેન્કી’, ‘દિલ્હી પરાઠા’ અને ગીતામંદિર બસ સ્ટેન્ડ નજીક આવેલા ‘જય સોમનાથ ટી સ્ટોલ’ ખાતે પીરસવામાં આવતું પનીર વાસ્તવમાં શુદ્ધ પનીર નહીં પરંતુ કેમિકલ અને વેજિટેબલ ફેટથી બનેલું ‘એનાલોગ પનીર’ હતું. રિપોર્ટ નેગેટિવ આવતાં જ AMC ની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આ ત્રણેય એકમોને વિધિવત રીતે સીલ કરી દીધા છે.

બીજી તરફ, AMC ના ફૂડ અધિકારીઓની ટીમે દાણીલીમડા વિસ્તારમાં આવેલી ‘એશિયન બેકરી’ પર અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આ બેકરી કોઈપણ જાતના ફૂડ સેફ્ટી લાયસન્સ વગર ગેરકાયદેસર અને અત્યંત અસ્વચ્છ વાતાવરણમાં ચલાવવામાં આવી રહી હતી.AMC ની ટીમે સ્થળ પરથી 5,700 કિલોગ્રામ મેંદો અને ખાંડનો જથ્થો તેમજ બ્રેડ બનાવવા માટે અગાઉથી કાળો પડી ગયેલો 200 કિલોગ્રાામ કણક (બાંધેલો લોટ) જપ્ત કરી તુરંત જ નાશ કરાવ્યો હતો. ફૂડ સેફ્ટી એક્ટના ઉલ્લંઘન બદલ એશિયન બેકરીને પણ સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી છે.

વટવા વિસ્તારમાં જાનકી એન્ટરપ્રાઈઝના રીટેલ યુનિટ પ્રાઈવેટ લિમિટેડમાંથી લીધેલા હળદરના નમૂનામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે મળી આવ્યું હતું. જેના પગલે કુબેરનગરના પીએમ ફૂડ્સમાં તપાસ કરી અને હળદર તેમજ મરચું સહિત મસાલાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.હળદર પાવડરમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ મળતા રી-પેકર યુનિટ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં પુષ્પક કોમ્પ્લેક્સ પાસે આવેલા KFCમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા તેલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં TPC એટલે કે બળતણનું પ્રમાણ ચેક કરવામાં આવતા વધારે મળી આવ્યું હતું. જેથી તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

AMC ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય એકમોમાં હાઇજેનિક કન્ડિશન અને લાઇસન્સનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નિયમોનું પાલન નહીં કરનાર એકમો સામે FSSA અને GPMC એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...